________________
૧૧૮
વીર ! મધુરી વાણી તારી
પ્રશ્ન છે એની જીવહિંસાનો ને?
સારું. તેવી જીવહિંસાતી ડરતાં ભાગતાં શું તેઓ સંયમી બની જશે ખરા? જગતની બધી જ આરંભ-સમારંભની જીવ-હિંસાઓ ચાલુ રાખવા છતાં? ગૃહસ્થને જીવહિંસાનો પ્રતિષેધ કરવો જ હોય તો પાપકાર્યોની આનંદથી થતી જીવહિંસાનો પ્રતિબંધ કરો. કે જેના હેતુમાં કારમું મિથ્યાત્વ પડયું છે, જેના ફળમાં ય ભયાનક દુર્ગતિઓ જંકાવાની છે. જિનપૂજાની સ્વરૂપતઃ હિંસા અનુબંધમાં અહિંસા છે :
જિનપૂજાની જીવહિંસા તો વસ્તુતઃ જીવહિંસા જ નથી. કેમકે એના હેતુમાં પ્રમાદાદિસ્વરૂપ મિથ્યાત્વ નથી, એના ફળમાં દુર્ગતિ નથી. અને જ સ્વરૂપની જીવહિંસા છે તેના કર્મબંધ પણ અનુબંધ વિનાના-સાવ નમાલા હોય છે. જેને નાશ પામી જતાં લેશ પણ વાર લાગતી નથી. માટે જ તો આ જીવહિંસાને અધ્યાત્મસારમાં મહોપાધ્યાયજીએ અનુબંધમાં અહિંસા જ કહી છે.
નાનકડી બિચારી જીવહિંસા! જેની પછી ઉત્તરોત્તર ભાવશુદ્ધિ થતાં એવું મોક્ષપદ આત્મા પામે કે સદાના માટે સર્વજીવોને પોતાના તરફથી અભયદાન દઈ દે! જિનપૂજાથી ભાવવિશુદ્ધિ મેળવીને સ્વાત્માની દયા કરનારો સર્વની સક્રિય દયા કરનારો બની ગયો!
કેટલો મહાન સ્વ-પરની સંપૂર્ણ અહિંસામાં પરિણમતો આ જિનપૂજાનો ધર્મ! જગતના જીવોના બે પ્રકારના હિત - સુખી કરો-દુઃખમુક્ત કરો શું શક્ય?
જગતના સર્વ જીવોનું હિત કરવાની વૃત્તિમાં જે હિત કહેવાય છે, તેના બે અર્થ થઈ શકે છે. સવ૪ જીવોને સુખી કરવારૂપ હિત અને સર્વજીવોને પોતાના તરફથી સંભવિત સર્વદુઃખોથી મુક્ત કરવાનું હિત.
આ બે પ્રકારના હિતમાં પ્રથમનું હિત તો ભાવનામાં જ રહી શકે કેમકે સર્વને આપણે સુખી કરી શકતા નથી.
પરંતુ બીજા પ્રકારનું હિત તો સદા શક્ય છે. આપણે એવી ભાવશુદ્ધિ કરાત જઈએ જેથી આપણા આત્માના સર્વકર્મનો નાશ થાય અને આપણે સિદ્ધપદ પામી જઈએ. સિદ્ધપદ પામેલો આત્મા કદી કોઈ પણ જીવની સ્વરૂપહિંસા ય કરતો નથી. જો તે આત્મા સિદ્ધપદ ન પામે તો? ત્યાં સુધી તે કેટકેટલા જીવોની કેટલી