________________
વિર ! મધુરી વાણી તારી
૧૧૭
હં! એવો કોઈ રસ્તો હોય કે જેને સ્વીકારતાં ગૃહસ્થને એક પણ જીવની હિંસા જ ન થતી હોય અને આત્મા મુક્તિપદ પામી જતો હોય તો તે રસ્તો બેશક મંજૂર છે. પરંતુ જ્યારે તેવો કોઈ જ રસ્તો નથી તો હવે એક જ વિકલ્પ રહે છે કે ઓછામાં ઓછા જીવહિંસાવાળા ધર્મને સાધતાં સાધતાં વધુ ને વધુ જીવદયાનો ભાવ અંતરમાં પ્રગટાવતા રહેવો અને એમ કરતાં કરતાં ગૃહત્યાગી બની જવું. પછી કોઈ જિનપૂજાની જીવહિંસા પણ નહિ. અશુભમાં જ રમતા જીવોને શુભમાં લાવવા આકર્ષણોની આવશ્યકતાઃ
જે ગૃહસ્થો અબ્રહ્મ આદિ અનેક પાપોથી અને અશુચિથી દેહને મલિન કરે છે તેમને પરમાત્માની સ્પર્શના કરવા માટે દેહશુદ્ધિ અત્યંત અનિવાર્ય ચે
જે ગૃહસ્થો જગતમાં ઠાઠ ઠઠારા અને આકર્ષણોથી જ આકર્ષાવાના સ્વભાવવાળા બની ગયા છે એમને એ પાપ આકર્ષણોથી પાછા ખેંચીને ધર્મના આલમ્બનો તરફ આકર્ષવા જ રહ્યા. પાપ આલંબનોના ઠઠારાઓ કરતાં ય વધુ સારા ઠઠારા ધર્માલંબનોના કરવા જ રહ્યા. એ માટે પુષ્પાદિનો ઉપયોગ કરવો ય પડે, દીપક, જલ, વગરે પણ વાપરવા પડે. પરમાત્માના બિંબને ભવ્ય અંગરચના ય કરવી પડે. અશુભના આકર્ષણે અનાદિકાળથી ખેંચાતા જીવને શુભના આકર્ષણો ઊભા કર્યા વિના તમે કદી અશુભથી દૂર થઈ શકો જ નહિ.
સાદા વસ્ત્ર પહેરતી સ્ત્રી તરફ જોતાં અને મીની સ્કર્ટ પહેરીને ચાલતી સ્ત્રીને જોતાં કામુક કોલેજિનના અંતરની વિકૃતિમાં ફેર પડે કે નહિ?
હા કે ના.... એક જ જવાબ દો.
જો હા, તો સાદા પાષાણ બિંબના દર્શનમાં અને પુષ્પાદિયુક્ત ભવ્ય અંગરચનાના દર્શનમાં ભાવુકાત્માના શુભભાવોના સંસ્કારમાં કશો ય ફેર ન પડે શું? રે! આમ કરતાં જ પરમાત્મા દર્શનાદિથી એ પોતાના મિથ્યાત્વના ઊંડા મૂળ ઊખેડી નાંખશે.
પ્રભુદર્શન કરતાં સમ્યકત્વ પામી જશે. વીતરાગતાનું ચિંતન કરતાં સર્વવિરતિધર્મ પામવાની જીવંત ભાવનામાં રમતો જશે....
અને આમ રોજ વીતરાગને જોઈને એની વાતરાગતાનું, એના સિદ્ધસ્વરૂપાદિનું સ્મરણ કરતો એ આત્મા એક દી અવશ્ય સંયમધર્મ સ્વીકારી લેશે. ષકાયની સર્વ જીવહિંસાથી આ રીતે નિવૃત્ત બનાવનાર જિનપૂજા છે! માત્ર