________________
૧૧૬
વીર ! મધુરી વાણી તારી
સ્વની અહિંસા એ જ શ્રેષ્ઠતમ અહિંસા :
ગૌરવ લાઘવના વિચારથી નાના જીવની હિંસામાં મોટા પર જીવની દયા જો તેમને માન્ય હોય તો જૈનશાસનમાં જે જીવદયાને સહુથી મોટી કહી છે તે પોતાની જાતની જીવની દયા કરતી જિનપૂજાની હિંસાનો વાંધો કેમ લઈ શકાશે ?
એ જ સ્થાનકવાસી સાધુઓ વિહાર કરતાં નદી ઊતરી નદીના પાણીના જીવની હિંસા નથી કરતાં શું? આની પાછળ એક જ શાસ્ત્રીય સમાધાન છે ને કે તેમ ન રે તો એક જ ગામ કે દેશમાં રહી પડનાર સાધુના આત્માનું ભયંકરમાં ભયંકર અહિત થઈ જાય.
સ્વાત્મા અહિત જેવું બીજું કોઈ અહિત નથી. એક હજા૨ સંસારી માણસો દીક્ષિત થતા હોય પણ એક જ શરતે કે એક સારા દીક્ષિતે સંસારી બની જવું ફક્ત એક કલાક માટે... તો શું આવી શરત કોઈ પણ સમજદાર દીક્ષિત મંજૂર કરશે! કદાપિ નહિ કેમકે પોતાનું ભયંકર અહિત (પ્રતિજ્ઞાભંગ) કરીને જગતનું હિત કરવામાં કોઈ જ ધર્મ નથી એ વાતનો એને પાકો ખ્યાલ હોય છે.
અને પોતાના હિત ખાતર કદાચ કોઈ જીવનું ન છૂટકે અહિત કરવું પડતું હોય તો તે પણ કરી શકાય કેમકે એમ કર્યા બાદ હિતને પામનારો આત્મા અંતે તો સર્વજીવોનું હિત કરવાનો છે. જો આ જ દૃષ્ટિથી સાધુ નદી ઉતરતા હોય અને દેખીતી એ જીવહિંસાને મંજૂર કરીને સ્વાત્મહિત સાધી લેતા હોય તે શા માટે સંસારમાં રહેલા આત્માઓના પોતાના હિત કાજે જિનપૂજાની થોડીક સ્વરૂપ હિંસાને તેઓ મંજૂર ન કરે! જો તેમાં જીવહિંસાનું પાપ જ દેખાતું હોય અને પૂજા કરનારની અપૂર્વ ભાવશુદ્ધિના મહાધર્મની સિદ્ધિ જ ન દેખાતી હોય તો સાધુથી શ્વાસ પણ નહિ લેવાય, ઉપદેશ પણ નહિ દેવાય, ગોચરી પણ નહિ થાય અને વિહારાદિ પણ નહિ થાય.
સાવદ્યપૂજામાં પાપ કહેશો તો સાવદ્યદયામાં શું કહેશો?
રે! પછી તો તેરાપંથીની સાવદ્ય દયાની પાપ માન્યતાને જ અપનાવી લેવી પડશે એમ થતાં તહેરાસર તો ગયા પણ પાંજરાપોળો ય જશે. દયા અને દાનના પાયાના ધર્મઝરણાં સુકાઈને સાફ થઈ જશે.
અને જો એ દયાદાનમાં વસ્તુતઃ સાવઘતા ન જ કહેવી હોય અને તેથી તે દયાદાન આદને ધર્મ કહેવા હોય તો પાપ સમારંભોમાં સબડતા જીવના ઉદ્ધાર માટે જિનપૂજાને પણ ધર્મ કહેવો પડશે.