________________
વીર ! મધુરી વાણી તારી
૧૧૯
કેટલી વાર હિંસા કરી શકત? અનંતાનંત જીવોની અનંતાનંત વાર પણ હિંસા કરવાનું શક્ય જ હતું ને?
હવે જ્યારે એ આત્મા ભાવશુદ્ધિ પામીને સિદ્ધપદ પામે છે ત્યારે એ સર્વ હિંસા કરવાનું તેના માટે બંધ જ થઈ જાય ને?
જગતના સર્વજીવોને પોતાના સ્વાર્થ ખાતર કચડવાનું, મારવાનું અઘોર પાપ કેવું?
અને એ તમામ પાપથી મુક્ત થવા સ્વરૂપ મુક્તિનું ધામ કેવું?
સર્વજીવોની અનંતકાળ માટેની અનંત હિંસાથી મુક્તિ એ જ સર્વજીવોનું સાચું અભયદાન!
આવી સ્થિતિ સ્વાત્માની સંપૂર્ણ ભાવશુદ્ધિ વિના શક્ય જ નથી.
અને એ ભાવશુદ્ધિ પામવા માટે સ્વભાવશુદ્ધ પરમાત્માઓના પૂજન-વંદન વિના તો કદાપિ ચાલી શકે તેમ નથી.
જેવા બનવું હોય તેવા બનેલાના પૂજન-વંદન સિવાય તેવા બની શકાય જ નહિ. સર્વક્ષેત્રવ્યાપી આ સિદ્ધાંતનો અપલાપ એટલે આત્મહત્યા!
સ્વભાવશુદ્ધને પૂજનવંદન એટલે ભાવનિપાએ રહેલા પરમાત્મસ્વરૂપને વંદન! સાકાર આલંબન વિના આકાર પ્રેમીઓ નિરાકારને પામી જ ન શકે ?
પરંતુ નિરાકારને સાકારનું માધ્યમ બનાવ્યા વિના એ વંદનપૂજન ભાવભર્યા બની શકતા નથી.
કેમકે સંસારી જીવ સાકારમાં જ આકર્ષાયો છે.
રે! પોતાના નિરાકાર સ્વરૂપ આત્માને ય એ ઓળખતો નથી માટે તો તેને કબૂલવા ય લાચાર બન્યો છે! અહીં પણ આત્માના સાકાર સ્વરૂપ દેહમાં જ આત્મત્વબુદ્ધિ કરીને જીવનોના જીવનો એણે બરબાદ કરી નાખ્યાં છે.
સાકારનો પ્રેમી સાકારને જ ભજી શકે. આકાર પણ જેટલા આકર્ષક એટલા કર્ષક એના ભજનિયાં બની શકે.
કોઈને પણ પૂછી આવો કે દાળ રોટીના સાદા ભોજન કરતાં બાસુંદી પૂરીના આકર્ષક ભોજનમાં કશો ફરક ખરો કે નહિ?
ખાદીના પહેરણ પહેરવા કરતાં ટેરેલિનના શર્ટમાં દિલને ગલગલીઓ થાય કે