________________
૧૪૨
વીર ! મધુરી વાણી તારી
પડી કે યુદ્ધ નહિ જીતી શકવાનું કારણ તો શત્રુ રાજ્યમાં રહેલો ભગવાન મુનિસુવ્રત સ્વામીજીનો સ્તૂપ છે જે સ્તૂપમાં ભગવાન મુનિસુવ્રત સ્વામીજીની પ્રતિમા છે. એને દૂર કર્યા વિના યુદ્ધ જીતી શકાય નહિ.
કણિકે કાવાદાવા કરીને એક મુનિને શીલભ્રષ્ટ કર્યા અને તેમના દ્વારા તે સૂપ ઉખેડાવી નાંખ્યો.
જોરદાર આક્રમણ કર્યું. વિજય પ્રાપ્ત થયો.
લાખો સૈનિકોના બળથી પ્રાપ્ત વિજયને માત્ર મુનિ સુવ્રતસ્વામીજીની પ્રિતમાના અસ્તિત્વ જ “રૂક જાઓ'નો આદેશ આપ્યો ને?
કદાચ કોઈ કહે કે એ પ્રતિમાના અધિષ્ઠાયક દેવે તે વિજય થવા ન દીધો - તો તે વાત પણ બરોબર જ છે. પરંતુ એથી તો એ નક્કી થઈ ગયું ને કે સ્થાપનાનિક્ષેપાને સમ્યગુદૃષ્ટિ દેવો પણ પૂજ્ય માને છે? અને તેની તહેનાતમાં ખડે પગે ઊભા રહે છે !
ખેર, છતાં સ્થાપનાનિક્ષેપને પૂજ્ય ન જ માનવો હોય તો કોઈ ઉપાય નથી.
આદ્રકુમારના જીવનપરિવર્તનમાં એ પૂજ્ય પ્રતિમાએ જ ભાગ ભજવ્યાનું શાસ્ત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે.
રે! સ્વયંભૂરમણ સમુદ્રના મૂર્તિ જેવા આકારવાળા પથ્થરોથી અનેક મત્સ્યોને જાતિસ્મરણ થયાનું, અને તે પછી દેશવિરતિધર્મ પામ્યાનું જણાવવામાં આવ્યું છે.
આ બધી શાસ્ત્રના ચીંધ્યા માર્ગે ચાલવાની હિમાયત કરનારાઓ પણ જો તેને માનવાનો સાફ ઈન્કાર જ કરવા માંગતા હોય તો તેમની શાસ્ત્ર કટ્ટરતાને સો સો નમસ્કાર!
રે! અહીં લખાતા અક્ષરો પણ મૂર્તિ જ છે ને?
એ અક્ષરોના સમૂહરૂપ જડ શબ્દો, અને વાક્યોથી પણ આત્માને બોધ થાય છે. સંભ્રમ થાય છે. એ સ્વાનુભવ સિદ્ધ હકીકત છતાં મૂર્તિની જડતામાં કોઈ જ સામર્થ્ય ન માનવાની વાત કરનારાઓને વધારે તો શું કહેવું?
ઘનઘોર સંગ્રામ ખેલતો રાજા રાવણ અષ્ટાપદ તીર્થ ઉપર સ્થાપના નિક્ષેપાની ભક્તિમાં જ ગાંડોતૂર બન્યો હતો ને! અને તેમાં જ તેની કસોટી વી હતી ને? દેહનો પણ અધ્યાસ મૂકી દેવા જેવું અભૂતપૂર્વ બળ રાજા રાવણને એ ભક્તિએ નહોતું આપ્યું શું?