________________
વીર ! મધુરી વાણી તારી
પણ આટલેથી એ આચાર્ય અટકી શકે નહિ. કેમકે આચાર્ય એ ગુરુ પણ છે. ગુરુ માત્ર સ્વમુખી સાધનાને-પરમુખી સાધના નિરપેક્ષ રહેવાના વિચારને સ્પર્શી પણ ન શકે. પોતે જે ધર્માચારને આત્મસાત્ કર્યો અને એનાથી આત્માનંદ પામ્યા એ સહુનો આપી દેવાની એમની ભાવના આસમાનને આંબતી જ હોય.
સજ્જનોની તો એ વિશેષતા હોય છે કે પોતે પ્રાપ્ત કરેલી સિદ્ધિ બીજાને આપ્યા વિના કહી દીધા વિના રહી શકાય જ નહિ.
સજ્જન શિરોમણિ આચાર્યો તો કરુણાના સાગર છે. અને તેથી જ આચાર્ય ગુરુપદને પામે છે કેમકે તેઓ શાસ્ત્રના એ સુખદ રહસ્યોને સાપેક્ષભાવે કહ્યા વિના રહી શકતા નથી.
એટલે ગુરુ તે કહેવાય જે આચાર્ય છે. પંચાચારની સ્વમુખી સાધનાના આત્મસાત્ કરી જ રહ્યા છે.
અને એ આચાર્ય તે ગુરુ હોવાથી પરોપકારપ્રધાન સ્વમુખી (કે પરમુખી!) સાધનાને પણ સાથે જ છે.
આચાર વિહોણા ગુરુ આચાર્ય કહેવાય નહિ. શુદ્ધ પ્રરૂપણા વિહોણા આચાર્ય ગુરુ કહેવાય નહિ. શુદ્ધાચારનો કટ્ટર પક્ષપાત એ પણ એક વિશિષ્ટ આચાર છે.
અશુદ્ધાચારની ઉઘાડે છોગે સાપેક્ષ કબૂલાત એ જ વસ્તુતઃ શુદ્ધપ્રરૂપણા છે. એના વિનાની શાસ્ત્રની વાતોને સત્યસ્વરૂપમાં રજૂ કરતી પ્રરુપણા એ શુદ્ધ પ્રરુપણા નથી. એને તો કદાચ નક્કર દંભ કહી શકાય. છવટમાં અશક્ય આચારના કટ્ટર પક્ષપાતી અને અશુદ્ધ આચાર-જીવનની સ્વૈચ્છિક સ્પષ્ટ કબૂલાત કરનારા કોઈ પણ આચાર્યને ગુરુ કહી શકાય. એવા કોઈ પણ ગુરુને આચાર્ય કહી શકાય.
છેલ્લામાં છેલ્લી આ બે શરતોમાંથી એક પણ શરત જવા પામી હોય ત્યાં નથી ગુરુપણું, નથી આચાર્યપણું. દુનિયાની નજરે એ વ્યક્તિ ગુરુ અને આચાર્ય કહેવાતી હોય તો પણ.
ઉક્ત ગુણસંપન્ન ગુરુ (આચાર્ય)ની ભક્તિ એ શુદ્ધ અષ્ટપુષ્પી પૂજાનું છઠું પુષ્પ છે.
ગુરુભક્તિ વિના ગુરુકૃપા શક્ય જ નથી. અને જેને ગુરુકૃપા મળતી નથી એ સાધકો પોતાના જીવનમાં જન્માન્તરના પુણઅયથી ભલે કદાચ વિશિષ્ટ શક્તિઓ પ્રાપ્ત કરી જશે પરંતુ કૃપાવિહોણી એ શક્તિઓ એમના આં તર જીવનના ધનોતપનોત કાઢી નાંખ્યા વિના નહિ રહી શકે એવી વિનમ્ર સમજ છે.