________________
૧૭૮
વીર ! મધુરી વાણી તારી
બાહ્યવિષયો પ્રત્યેના રસનો પણ ત્યાગ બેશક ભારે કઠોર સાધન છે. એ ત્યાગ પછી જ પ્રાપ્ત થાય છે તત્ત્વોનું દર્શન.
તત્ત્વદર્શનની અનુભૂતિ વારંવાર થયા પછી જ આત્માની સહજ અવસ્થાની ઝાંખી થાય છે.
સહજ આત્માનંદની જીવનમાં જેને અનુભૂતિ જ નથી એનું જીવન તો પશુતુલ્ય કહેવાય.
સઘળો સસાર ત્યાગી દેવાનું ભારે મૂલ્ય ચૂકવ્યા પછી પણ વિષયોના તમામ રસો મરવા ન પડતા હોય, તત્ત્વદર્શન ન થતું હોય, ચિદાનંદની છોળો ઊછળતી ન હોય તો ધૂળ પડી એ મૂલ્ય ચૂકવણીમાં!
પણ ન સાંભળી શકાય એવી આ વાત છે કે જીવનમાં નથી જ દેખાતો રસત્યાગ; વિષયત્યાગ કરવા છતાં. નથી જ થતું તત્ત્વ દર્શન, તત્ત્વની ટન-ટનભરીને વાતો કિરવા છતાં.
અને નથી જ સ્પર્શતી સહજાવસ્થા, ચિદાનંદ અને આનંદધનના પદો લલકારવા છતાં...
શાથી?
એક જ ઉત્તર છે..... જીવનમાંથી જડી ગયેલો, શાસ્ત્રમાંથી મળી ગયેલો, ગુરુમાતાની મહોર છાપ પામેલો.
કે ગુરુકૃપા પ્રાપ્ત થઈ નથી.
કે કદી દિલ દઈને ગુરુભક્તિ કરી જ નથી. ખેલ ખલાસ. પુણ્યયોગે શક્તિઓ ધૂમધામ વધતી જાય. અને એકોક એ શક્ત આત્માના અધ્યાત્મનું હાટ ફેઈલ્યોર થાય; ઓક્સીજન ચડાવીને પણ એઅધ્યાત્મને પળભર પણ જીવતો રાખી ન શકાય તેવું.
જીવનમાંથી બધું ય બળ, બધું ય કૌવત, તમામ શક્તિઓ જતાં હોય તો જવા દો. બદલામાં જો ગુરુભક્તિનો ભાવ જાગે તેમ હોય તો.
સમગ્ર શક્તિઓની સુરક્ષા ગુરુકૃપામાંજ છે. શક્તિ એ વિદ્યુત્ શક્તિ. કૃપાના તારમાં પકડી લેવામાં ન આવે તો એના જેવી કમબખ્તી સર્જવાની તાકાત જગતમાં બીજા કોઈમાં નથી.
વધુ તો શું લખું?