________________
વીર ! મધુરી વાણી તારી
શું મહાતપસ્વી પણ વસ્ત્રથી અંગ ઢાંકતો હોય તો મુક્તિ માટે નાલાયક ? શું મહાન શાસનપ્રભાવક પણ વસ્ત્રધારી હોય તો મોક્ષને માટે અપાત્ર? એટલે શું એમ જ કહેવું છે કે મોક્ષ માટેની ખરેખરી પાત્રતા નગ્નતામાં જ છે? નગ્નતા નહિ તો બીજું જે કાંઈ સારું હોય તે બધું ય મોક્ષ માટે નકામું એમ ?
એટલે મોક્ષમાં જવા માટેનો ‘પાસપોર્ટ’ તો નગ્નતાને જ મળે એમ કહેવું છે?
શાબાશ... તો તો પશુઓને જ મોક્ષમાં જવાનો પ્રથમ અધિકાર છે. કેમકે પશુજાત આખી ય નગ્ન જ છે. બીજી આચારશુદ્ધિ તો હવે ગૌણ બાબત છે ને?
જોયો ને અભિનિવેશિક મિથ્યાત્વનો મહિમા ?
૧૭૬
આ વિષયમાં વિસ્તારથી જાણવાની રુચિવાળાએ અધ્યાત્મમતપ૨ીક્ષા ગ્રંથ જોઈ લેવા મારી ભલામણ છે.
ગુરુભક્તિ - છઠ્ઠું પુષ્પ ઃદ્રવ્યસ્નાન :
ગુરુની ભક્તિ એ છઠ્ઠું ભાવપુષ્પ છે.
ગુરુ કોને કહેવાય? શાસ્ત્રદૃષ્ટિથી તો ગચ્છના અધિપતિ આચાર્યને જ ગુરુ કહેવાય. બાકીના બધા ય આજના કહેવાતા ગુરુ એ તો માત્ર શિષ્યની સંયમ આરાધનામાં સહાયક કહેવાય. શાસ્ત્રીય પરિભાષામાં એક ગુરુ-શિષ્યને ‘સંઘાટક’ કહેવામાં આવ્યા છે. રત્નયત્રીની આરાધનામાં એક બીજાને મદદગાર-પૂરક બને તે સંઘાટક કહેવાય.
હવે સ્ત્રોક્ત ગુરુના લક્ષણ જોઈએ।
જગતના યોગ્યજીવોને શાસ્ત્રના અર્થોનો બોધ આપે તે ગુરુ. ફરી એ વાત યાદ કરી લેવી કે ગુરુ એ આચાર્ય છે.
આચાર્ય એ પંચાચારના ચુસ્ત પાલક છે. કટ્ટર પક્ષપાતી છે.
પોતાના જીવનમાં જે પંચાચારને એકરસ બનાવે તે જ હકીકતમાં આચાર્ય
કહેવાય. આ રીતે પંચાચારનું જીવન અને પંચાચારનો કટ્ટર પક્ષપાત જેમને વર્ષો તેમણે ધર્મ યોગ્ય જીવોને સન્માર્ગનું દાન કરવું જ જોઈએ. આમ ગુરુ એ આચાર્ય છે માટે તેઓ આચાર ધર્મના જ્ઞાતા હોય, આચાર ધર્મને યથાશક્ય-યથાવસરે આચરનારા હોય, ચોવીસે ય કલાક વિવિધ આચારોમાં એમના તન-મન તલાલીન હોય.... આ સ્વમુખી સાધનમાંથી જ એમને દૈહિક બળની પ્રાપ્તિ થાય અનાત્માના સત્વની ખીલવણી થાય....