________________
વીર ! મધુરી વાણી તારી
૧૭૫
કડકડતી ઠંડીમાં એમના ભક્તો પાસે પોતાની ચોમેર અગ્નિ તાપણાં કરાવવામાં કોઈ પાપ દેખાતું નથી!
લબ્ધિધારી જિનકલ્પી સાધુ ભગવંતોની પાણિપાત્ર ભોજન ક્રિયાનું અલબ્ધિધારીઓ અનુકરણ કરવા ગયા. પણ તેમાં એઠું જૂઠું બધું ય હાથ નીચે રાખેલા કુંડમાં પડે. બે ઘડીમાં ત્યાં સંમૂર્છાિમ જીવોની ઉત્પત્તિ થાય. એમાં પાપનો કોઈ વિચારસુદ્ધાં નથી.
એક જ ઘરે જઈને ઊભા ઊભા હાથમાં ગોચરી વાપરતાં અન્નમાં સંભવિત બેઈ ક્રિયાદિ જીવોની રક્ષાથી વંચિત રહેવામાં કશો જ દોષ નથી શું?
ખાસ પોતાના માટે બનાવાતી-કૂવાના જળની, ઘંટીમાં દળેલા લોટનીગોચરીમાં લાગતું આધાકર્મનું પાપ નજરે પણ ચડતું નથી શું?
અતિગ્લાનાદિ અવસ્થાવાળા ક્ષીણજંઘાબળ મુનિઓની ગોચરીનું શું? પાત્ર વિના તેમના માટે ગૃહસ્થનેત્યાંથી વહોરીને ઉપાશ્રયમાં ગોચરી લાવવી શી રીતે?
વસ્ત્રના અભાવે કેટલુંક પ્રત્યક્ષ થતાં ધર્મહીલનાના ઘરમાં ઘોર પાતકનું શું! પુષ્કળ કાથો ખાઈને શાંતિ રાખવાથી કોકને મોક્ષ મળી જાય ખરો? મોક્ષ તો મનના વિકારોની શાંતિમાં પલાંઠી મારીને બેઠો છે!
નગ્નદશાને જોતી યુવતીઓની માનસીક સ્થિતિ શું થાય! નગ્નદશાની બિભત્સ અવસ્થા જોઈને અન્યધર્મી પુરુષો ધર્મની નિંદા કેટલી
કરે ?
આના કરતાં તો વસ્ત્રો સ્વીકારી લેવા સારા. ભલે શરીરનો ત્યાગ શક્ય નથી પરંતુ આહારનો ત્યાગ તો શક્ય છે. ને? માટે આહારનો સર્વથા ત્યાગ જ કરવો સારો. જેથી લોકો નિદી તો ન કરે અને મહાતપસ્વી અનશની તરીકે સહુ પ્રશંસા કરે, મોકળા મને...
પ્રવચન પરીક્ષા ગ્રંથમાં આ સ્ત્રીમુક્તિ નિષેધના વિચાર ઉપર રમૂજ કરતાં પૂ. ધર્મસાગરજી મહારાજાએ ઠીક જ કહ્યું છે કે દિગંબર સ્ત્રીને મુક્તિ ન થાય એ બિલકુલ ઠીક જ છે કેમકે એ બિચારીઓને સવારમાં મંદિરમાં મૂર્તિની નગ્નતાના દર્શન કરવાના, ઉપાશ્રયમાં નગ્નમુનિના દર્શન કરવાના, સંધ્યાકાળે ફરી મંદિરમાં એ જ દર્શન.. પછી વિકૃતિ જાગ્યા વિના કેમ રહે? જ્યાં મનની વિકૃતિ છે ત્યાં મુક્તિ કેવી?
શું મહાબ્રહ્મચારી પણ વસ્ત્ર યુક્ત હોય તો મુક્તિ માટે નકામો?