________________
૧૭૪
વીર ! મધુરી વાણી તારી
પરંતુ આવું બને નહિ. આવેલું કેવલ્ય કદી નિવૃત્ત થતું નથી. વીતરાગઅવસ્થા કદી ચાલી જતી નથી. તો પછી પેલા ભક્ત ઓઢાડી દધેલા વસ્ત્રનું શું?
શું વસ્ત્રના પરિગ્રહમાં કેવલ્ય ટકે? આનો ઉત્તર એ જ આપવો પડશે કે એ વસ્ત્ર ઉપર વીતરાગને મૂર્છા થતી નથી માટે વસ્ત્ર હોવા છતાં વસ્ત્રમૂર્છા ન હોવાના કારણે કેવલ્યનો પ્રકાશ જરા ય ઝાંખો પડી શકે નહિ.
શાબાશ. તો હવે એ જ વાત સાબિત થઈ ગઈ ને કે ધર્મોપકરણ સ્વરૂપ વસ્ત્રમાત્રથી પરિગ્રહનું પાપ લાગતું નથી પરંતુ એના ઉપરની મૂર્છાથી જ પરિગ્રહનું પાપ લાગે છે?
આભિનિવેશિક મિથ્યાત્વનો કેવો પ્રભાવ! કે એણે ચીંદરડી જેવા વસ્ત્રના ત્યાગમાં જ ધર્મ કહેવડાવી દીધો? અને એ ધર્મને અબાધિત રાખવા જતાં જે જે મુશ્કેલીઓ આવી તે બધીને ટાળવા ઉત્સુત્રોની પરંપરા ચલાવી જુઓ :
(૧) સાધ્વી બનતી સ્ત્રી નગ્ન રહે તે ઠીક ન લાગ્યું. વસ્ત્ર પહેરે તો મોક્ષ ન થાય. માટે સ્ત્રી મુક્તિનિષેધની ઉત્સુત્રતાનું ઘોર પાપ આચરી નાંખ્યું.
(૨) વસ્ત્રવાળા સાધુને મુક્તિપદનો નિષેધ કર્યો એટલે અન્યલિંગ-ગૃહિસંગ સિદ્ધના ભેદોને શાસ્ત્રમાંથી દૂર કર્યા.
(૩) પાત્ર વિના કેવલી ભગવંતો દિવસમાં એક વખત ગોચરી શી રીતે કરે ? બીજા સામાન્ય શ્રમણોની માફક તેઓ કાંઈ ગૃહસ્થના ઘેર જઈ હાથમાં વાપરી ના લે.... તેવું તેમના માટે યોગ્ય નહિ. એટલે કેવલી ગોચરી વાપરે જ નહિ.. એવું ઉત્સુત્ર જાહેર કરી દીધું.
(૪) જિનાગમોમાં તો અનેક સ્થાને સ્થવિરકલ્પનું વસ્ત્ર પાત્રોના ઉપકરણોના ઉપયોગનું વિધાન છે. એટલે બધા ય સાચા જિનાગમોનો વિચ્છેદ થઈ ગયાનું ભયાનક ઉત્સુત્ર જાહેર કરી દીધું.
પંદરમી સદીમાં આચાર્ય કુન્દકુન્દ નવા આગમોની રચના કરી. એ આગમોને પ્રામાણિક ઠરાવવા માટે એવી જાહેરાત કરવામાં આવી કે આચાર્ય કુન્દકુન્દ જાતે ભગવાન સીમંથર સ્વામીજી પાસે જઈને બોધ પ્રાપ્ત કરીને જિનાગમોની રચના કરી હતી!!!
વસ્ત્રાદિ ઉપકરણોના સંબંધમાત્રને પાપ માનનારા આ દિગંબર મુનિને મોરપિચ્છ અને કમંડલુના પરિગ્રહમાં પાપની ગંધ પણ આવતી નથી.
જ્ઞાનભંડારોના પરિગ્રહમાં લેશ પણ પાપ દેખાતું નથી.