________________
વિર ! મધુરી વાણી તારી
૧૭૩
દેવો પડે, જે ગૃહિલિંગ, અન્યલિંગ વગેરેતી સિદ્ધોના ભેદ પાડવામાં આવ્યા છે તે શાસ્ત્રીય છતાં અમાન્ય કરવા પડે; વગેરે વગેરે ટનબંધ આપત્તિઓ આવીને ખડી થાય. જે દિગંબરમતે વસ્ત્રાદિ ઉપધિને જ પરિગ્રહ કહી દઈને તેનો નિષેધ કરી દીધો તે દિગંબર મુનિસંઘની જે સ્થિતિ થઈ છે એ વાત સર્વવિદિત છે. એક સમય એવો આવીને ઊભો રહેશે જ્યારે દિગંબર મુનિસંઘ નામશેષ થઈ જશે. જ્યાં નિગ્રંથન રહે
ત્યાં જૈનસંઘ પણ ન ટકી શકે. સમગ્ર સંઘનો આધાર નિર્ગુન્હો છે. એમનું જિનાજ્ઞાનુવિદ્ધ નિર્ઝન્થત્વ છે.
જિનાજ્ઞા તો મૂર્છાને જ પરિગ્રહ કહે છે. વસ્ત્રાદિના માત્ર સંબંધને નહિ જ.
જ્ઞાનીઓને જિનાજ્ઞા વિહિત જે ચૌદ ઉપકરણો વગેરે છે તેમાં મૂછની સંભાવના રહેતી જ નથી કેમકે એ બધા ઉપકરણો મહાવ્રતોની રક્ષાના ઉદ્દેશથી છે એ વાતનો તેમને પાકો ખ્યાલ છે.
ગુમડાને પકવવા માટે આણેલા મલમમાં શી મૂચ્છ થાય? જો મલમ આણવા પાછળના આશયની જાણકારી હોય તો?
હા. છતાં જો કોઈ મુમુક્ષુ ગફલતમાં રહી જાય તો એ ધર્મોપકરણો ઉપર પણ તે મૂર્ષિત થઈ જાય અને તેથી તે મૂચ્છ તેનો પરિગ્રહ બની જાય.
પણ આવી શક્યતા તો દેહ કે આહારના અપરિહાર્ય પરિગ્રહમાં ક્યાં નથી? શું દેહનો કે આહારનો ત્યાગ નહિ કરનારા દિગંબર મુનિઓ એકાન્ત પરિગ્રહી કહેવાય છે૪ જો તેમ જ હોય તો તેમના મતે કદી કોઈ પણ મુનિનો મોક્ષ ન જ થવો જોઈએ કેમકે છેવટે આહાર પણ ત્યાગી શકાશે પરંતુ દેહનો પરિગ્રહ તે ત્યાગી શકાય તેમ છે જ નહિ.
આ આપત્તિ ટાળવા માટે દેહાદિના અસ્તિત્વમાત્રને પરિગ્રહ ન કહેતાં એ દેહાદિની મૂર્છાને જ પરિગ્રહ કહેવો પડસે ને? તો પછી તે જ રીતે મહાવ્રતોની રક્ષા માટે જ ધારણ કરેલા વસ્ત્રાદિની મૂર્છાને જ પરિગ્રહ કહેવો વ્યાજબી છે ને? વસ્ત્રાદિના અસ્તિત્વમાત્રને પરિગ્રહ કેમ કહી દેવાય!
આ વિચાર ઉપર અધ્યાત્મસાર ગ્રંથના આત્મનિશ્ચય અધિકારમાં મહોપાધ્યાયજીએ ખૂબ જ શિષ્ટ રમૂજ કરતાં કહ્યું છે કે કોઈ દિગંબર મુનિને કેવળજ્ઞાન થઈ જાય પછી જો કોઈ દિગંબર ભક્ત એમના નગ્ન દેહ ઉપર વસ્ત્ર નાંખી દે તો ઝટ પેલું કેવળજ્ઞાન નાસી જશે! કેમકે વસ્ત્રનું અસ્તિત્વ પણ કેવળજ્ઞાન થવામાં બાધક માન્યું છે ! કેવળજ્ઞાનાવરણની જેમ વસ્ત્રાહરણ !