________________
IL
૨૮
વીર ! મધુરી વાણી તારી
ક્રોધાદિ અરૂચિભાવો જાગૃત થઈ જાય છે.
કોઈ ઘરમાં દોડતું આવીને રમણલાલ શેઠને બૂમ પાડતા કહે છે, “ખટારાના અકસ્માતમાં રમેશ ભયંકર રીતે ઘવાયો છે!'' આ શબ્દોની વીજળિક અસરનો ધક્કો શેઠ રમણલાલ ઉપર કેટલો જબ્બર લાગે છે?' કોણ રમેશ! મારો?' .. તરત તેઓ પૂછી નાંખે છે! પરંતુ જ્યારે પેલા ભાઈ કહે છે. ના ના. શેઠ તમારો નહિ.. મારો. આટલું કહીને તે પોક મૂકે છે. અને રમણલાલ શેઠના અંતરમાં અપૂર્વ ટાઢક વળી જાય છે. માત્ર દેખાવની સહાનુભૂતિ વ્યક્ત કરવા સામે પગલે આવે છે.
રમેશના પિતાનો રોષ ખટારા ડ્રાઈવર ઉપર ભભૂકી ઊઠે છે! પણ શેઠ રમણલાલને હવે કશું કરવાનું લાગતું નથી. ટેલિફોનનું રિસીવર ઊંચકવાની પણ એમને જરૂર લાગતી નથી. - રમેશના પિતાના રમેશ ઉપરના રાગે ડ્રાઈવર ઉપર રોષની આગ ઓકવા માંડી; શેઠ રમણલાલ. અવલ નંબરના સંસારી છતાં યોગીના જેવી અપૂર્વ શાંતિથી આરામ ખુરશી ઉપર બેસીને છાપું વાંચવા લાગ્યા.
જ્યાં રાગ ત્યાં જ રોષ.... આખું ય કોયના નગર ધરતીના કંપે ધારાશયી થયું. ચીસો અને ચીચીયારો એ નગરના દસ દસ હજા૨ માનવોએ પાડી... કંઈક દટાઈ મુઆ... જે જીવ્યા તે પોક મૂકીને છાતી ફાટ રૂદન કરવા લાગ્યા.
જેનો જ્યાં રાગ હતો તેને ત્યાં જ નિસ્બત હતી. કાટમાળમાં પહેલી ચીસો પાડતી ચાર વર્ષની બાલિકાને બચાવવા ન જતાં એક સ્ત્રી પોતાના એંસી વર્ષના ખખડી ગયેલા બુઢા પતિને બહાર કાઢવા મથતી હતી.
એક ભિખારી એ નગરના સરકારી એમ.ડી. ડોક્ટરના માથે પટેલા મોટા ઘાના લોહીના લાલ રંગે જરા ય ન કંપ્યો. એ તો મસ્તાન હતો પોતાને મળી ગયેલા હરામના આખા ઘડિયાળને ટગર-ટગર જોવામાં.
નગરનો એક દયાળુ માણસ તૂટી પડેલા મકાનનો ભંગાર એદલે હાથે ઊંચકી ઊંચકીને બાજુ પર નાંખતો હતો અને પોતાની તિજોરી તરફ જલદી જવા મથતો હતો.. બાજુએથી જ ઘણાં દોડાદોડ કરતા હતા. કોઈને પડી ન હતી આ દયાળુને હાથ દેવાની! સહુ સહુમાં મસ્તાન હતા! સહુને બીજાની તિજોરીઓ ઉપર ત્રાપ મારવી હતી! “પોતાની તિજોરીને બહાર કાઢવા મથનારને હાથ દેવામાં અમારો શો ભાગ!'' એ સહુનો એકનો એક પ્રાણપ્રશ્ન હતો! તૂટી પડયા'તા સુખીઓના