________________
વીર ! મધુરી વાણી તારી
કરતી હોય તો તે વ્યક્તિનું જીવન અને સ્વરૂપ વીતરાગભાવથી પરિપૂર્ણ હોવું જ જોઈએ તેમ નક્કી થઈ જાય. અને જેમના જીવન અને સ્વરૂપમાં વીતરાગતાનું તત્ત્વ ઓતપ્રોત હોય તેમના આત્મામાં વીતરાગતાનું અનુમાન જરા ય સંકોચ રાખ્યા વિના કરી શકાય.
આત્માના ભાવના નીર જ જીવન અને સ્વરૂપમાં વહી જાય છે. અને એમની મૂર્તિમાં એ જ ભાવોના હૂબહૂ દર્શન કરાવાય છે.
ગાંધીજીના સ્વરૂપમાં લાકડી અને પોતડી હતી માટે જ તેમના બાવલામાં લાકડી લઈને ઊભેલા અને પોતડી પહેરેલા દેખાડવામાં આવે છે ને! શ્રીનહેરૂના બાવલામાં લાકડી ને પોતડી શોધી નહિ જડે કેમકે તેમના જીવનમાં તેમણે તેનો કદી ઉપયોગ જ કર્યો નથી.
હવે જુઓ ભગવાન જિનેશ્વરોની મૂર્તિઓને. તેમની મૂર્તિઓમાં પ્રશમરસનું આબેહૂબ દર્શન થશે, એણના ચક્ષુઓ અત્યંત પ્રસન્ન દેખાશે, એમના ઓષ્ટમાં ઓજસ્વી ગાંભીર્ય દેખાશે. નહિ હોય ક્યાંય રાગનું સૂચક તત્ત્વ કે નહિ જોવા મળે ક્યાંય રોષનું કે મોહનું સૂચક કહી પણ તત્ત્વ. આથીસ્તો એક વખતના જિનેશ્વરોના કટ્ટર દ્વેષી ધનપાલ પંડિત પણ જિનધર્મની સન્મુખ બન્યા પછી એમની મૂર્તિનું દર્શન કરતાં બોલી ઊઠ્યા હતા કે, “હે જિન! જગતમાં વીતરાગ જો કોઈ હોય તો તું જ છે. કેમકે તારી આંખોમાં પ્રશમરસ ઊભરાયો છે, તારું વદનકમળ અત્યંત પ્રસન્ન દેખાય છે, તારા ખોળે કોઈ સ્ત્રી નથી, તારા હાથમાં કોઈ શસ્ત્ર નથી!”
સઘળી વાતનો સાર એટલો જ છે કે જે રાગ-દ્વેષ અને મોહરૂપી અપાયોના નાશક હોય તે જ મહાદેવ કહેવાય. એમના જીવન અને સ્વરૂપ ઉપરથી એમના આત્માની વીતરાગતા, વીતષતા અને વીતમોહતાનું આપણે અનુમાન કરી શકીએ. એમની મૂર્તિ ઉપરથી એમના જીવન અને સ્વરૂપની વીતરાગતા વગેરે ભાવોની વાતોને આપણે કલ્પી શકીએ. જ્યાં રાગ નથી ત્યાં રોષ નથી જે સર્વજ્ઞ છે તે સર્વદર્શી છે:
જેમનાંમાંથી રાગ ગયો તેમનામાંથી દ્વેષ તો આપોઆપ જાય છે. રાગ એ આગ છે, દ્વેષ એ ધુમાડો છે. જ્યાં આગ નથી ત્યાં ધુમાડો શેનો! જ્યાં મમત્વ છે ત્યાં જ કશુંક અપ્રિય બનતાં મમત્વના સંબંધવાલા આત્માને