________________
વીર ! મધુરી વાણી તારી
રૂમમાં મૂકીને બહાર નીકળે છે. બારણું બંધ કરીને તાળું દાબે છે. તરત તાલું બંધ થઈ જાય છે. હવે ચાવી તો અંદર રહી ગઈ! ચાવી બહાર કાઢવી શી રીતે ?
૧૪૪
તાળું ખૂલે નહિ તો ચાવી મળે નહિ. ચાવી મલે નહિ તો તાળું ખૂલે નહિ. બે ય એકબીજાને સંલગ્ન મુશીબતો છે. આ સ્થિતિમાંથી રસ્તો કાઢવો હોય તો તે એક જ છે. શસ્ત્રનો ઘા કરી તાળું જ તોડી નાખવું પડે.
આવું જ કંઈક અહીં છે. રાગાદિ મળો અને કર્મમળોના સંબંધના ઘનિષ્ટ વિષચક્રને તોડી નાંખવા માટે ધ્યાનનો જ્ઞાનફળસ્વરૂપ સ્વાધ્યાયનો ઘા આવશ્યક છે. જે આવા ધર્મધ્યાનનો આશ્રય લે છે તે મુમુક્ષુ રાગાદિમળોનો કચ્ચરઘાણ બોલાવે છે. અંતે શુક્લધ્યાન ઉપર આરૂઢ થઈ ક્ષપકશ્રેણિના અંતે-રાગદિ સર્વમળોનો વિનાશ કરે છે. હવે પછી બાકી રહેતા અઘાતી કર્મમળોમાં રાગાદિમળનું ઉત્પાદન કરવાની તાકાત હોતી જ નથી. એટલે રાગાદિમળોને ઉત્પન્ન કર્યા વિના જ પોતે મરતા જાય છે. યાવત્ વિનાશ પામી જાય છે.
આ છે ધ્યાનાત્મક ભાવસ્નાનનો મહિમા.
યતિઓ જ ઉત્તમકોટિનું ભાવનાન કરી શકે ઃ
જગતની વસ્તુને જેવું છે તેવું જ શસ્ત્રચક્ષુથી જેઓ જાણે છે તેઓ જ્ઞાનસમૃદ્ધ કહેવાય પણ જ્ઞાની તો ન જ કહેવાય.
જ્ઞાની અને યતિ એક જ વસ્તુ છે. જ્ઞાની એટલે જગતના પૂર્ણસ્વરૂપનો શસ્ત્રચક્ષુ દ્વારા પૂર્ણજ્ઞાતા.
જ્ઞાન એ સૂઝની વસ્તુ છે. બુદ્ધિની માત્ર નહિ.. આત્માના ઊડાણમાંથી ઉત્પન્ન થયેલી સૂઝ.
જેમને એવી સૂઝ પ્રાપ્ત થાય છે કે જગત વિનાશી છે, અશરણ છે, અસહાય છે, અશુચિમય છે. એ આતમાઓ એવા દોષ સંપન્ન જગતમાં રહી શકતા પણ નથી. એવા દોષદગ્ધ જગતનો ત્યાગ કર્યા વિના તેઓ જંપતા જ નથી.
આનું જ નામ સાચી સૂઝ કહેવાય.
સાચી સૂઝવાળો જ્ઞાની કહેવાય. જીવનસમૃદ્ધ યુતિ કહેવાય. જ્યારે કોરી સૂઝવાળો જ્ઞાનસમૃદ્ધ સંસારી કહેવાય. જ્ઞાનવાદી પ્રચારક કહી શકાય. કિંતુ જીવનસમૃદ્ધ યુતિ તો ન જ કહેવાય.
સાચું જ્ઞાન જીવનમાં હેયનો ત્યાગ, ઉપાદેયનો સ્વીકાર કરાવ્યા વિના રહે જ