________________
વીર ! મધુરી વાણી તારી
૧૪૫
નહિ. અહીં આપણે એવા ભાવ-જ્ઞાનની જ વાત કરીએ છીએ. શ્રુતજ્ઞાન કે ચિંતાજ્ઞાનની નહિ.
જગતના વસ્તસ્વરૂપનું સાચું જ્ઞાન મેળવનારા જીવનસમૃદ્ધ યતિઓ જ ભાવસ્નાનમાં સમાઈ જતાં વિશિષ્ટ કોટિના ધર્મ-શુક્લ ધ્યાનને ઉત્તમોત્તમ રીતે પામી શકે છે. ગૃહસ્થો નહિ જ.
મમત્વે સળગાવેલી અનેક ચિંતાઓની ધૂણી વચ્ચે ધગધગતા અને શેકી જતાં સંસારીઓના મનમાં વિશિષ્ટ ધર્મશુક્લ ધ્યાન ક્યાંથી સંભવે ?
એ માટે તો જોઈશે મત. મમત અને જગતમાત્રનો ત્યાગ.
જગતનો ત્યાગ, સ્વમતના કદાગ્રહનો ત્યાગ, અને ન છૂટતી દેહની ય મમતાનો ત્યાગ. આ ત્રણે ય ત્યાગ જે પામી શકે એ જ ત્યાગી કહેવાય. એ જ યોગી કહેવાય.
જગતથી દૂર દૂર જઈને વસેલાં, પરમાત્માના ચરણોના શરણે જઈને ગુલાબી ઠંડકને માણતા, સહુ માટે મરી પરવારેલા, પોતા માટે સહુને મરી પરવારેલા સમજીને-સ્વપર-સહુના સ્નાન કરી છૂટેલા સંતોની દુનિયા જ એમની મઢુલીમાં બેસીને વિશિષ્ટ ધર્મધ્યાનાદિને સ્પર્શી શકે, રે! ધ્યાનના એ હોજમાં જાતને ઝબોળી ઝબોળીને મદમસ્ત મસ્તાનિયતને માણી શકે.
જગતથી પર થયા વિના પર ધ્યાનોને સ્પર્શી જ ન શકાય. મનના કચરા દૂર કર્યા વિના પરમતત્ત્વને મનમાં પધરાવી જ ન શકાય.
એટલે તદ્દન સાચું વિધાન છે ભગવાન હરિભદ્રસૂરિજીનું કે ઋષિ-મુનિવરો જ ઉત્તમ રીતે વિશિષ્ટ ધર્માદિધ્યાનને સ્પર્શી શકે. સંસારીઓના તો અહીં કામ જ નહિ. બેશક એ લોકો ય ધર્મધ્યાનને સ્પર્શવાનો યત્ન તો કરે પણ એમાં ઝાઝી ફાવટ તો ન જ મેળવે. અને ઋષિઓને તો આ ભાવસ્નાન જ ઉત્તમ! પેલું દ્રવ્યસ્નાન નહિ!
જેમણે હિંસાદિ દોષોને આજીવન દફનાવ્યા છે. તે યતિઓને દ્રવ્યસ્નાનના હિંસાદિની પણ શી જરૂર છે? સદા ભાવ સ્નાન કરતાં આ યતિઓ પોતાના મહાવ્રતોના પરિણામોને ઉજાળતાં જ જાય છે, અને આત્મસ્વભાવને પ્રગટ કરતાં જ જાય છે. પછી એ જ ધ્યેયથી કરાતાં દ્રવ્યસ્નાનપૂર્વકના જિનાર્યનાદિની તેમને કોઈ આવશ્યકતા રહેતી નથી.
મૂલગુણ અને ઉત્તરગુણની પ્રાપ્તિ માટે જિનપૂજા છે. અને એ ગુણોની વૃદ્ધિ માટે ય એ જિનપૂજા છે. જેઓ નથી પામ્યા એ ગુણોને તે ગૃહસ્થો માટે બેશક યોગ્ય