________________
૧૪૬
વીર મધુરી વાણી તારી
છે જિનપૂજાનું દ્રવ્યસ્નાન.
પરંતુ તે ગુણો પામી ચૂકેલા યતિઓને માટે તો તે દ્રવ્યસ્નાન નિરર્થક જ છે ને?
પ્રાપ્તગુણોની વૃદ્ધિ પણ એમના ભાવસ્નાનથી સતત થતી રહે છે. પછી દ્રવ્યસ્નાન અપેક્ષા જ ક્યાં રહી!
આથી જ ઋષિઓ માટે તો આ બાવસ્નાન જ ઉત્તમ છે.
શુભ ભાવપ્રાપ્તિમાં હેતુભૂત દ્રવ્યસ્નાન છે, અને પ્રાપ્ત ભાવશુદ્ધિમાં હેતુભૂત ભાવસ્નાન છે.
દુર્ભાવોમાં રમતો ગૃહસ્થ દ્રવ્યસ્નાન કરીને ભાવસ્નાન પામે છે. ભાવસ્નાનથી મુક્તિનું પરમપદ પ્રાપ્ત કરે છે. આમ ગૃહસ્થો પરમ્પરયાસર્વકર્મક્ષયની સિદ્ધિ પ્રાપ્ત કરે છે.
સ્નાન તો સાચું આ જ કહેવાય કે જે સ્નાન કર્યા પછી ફરી સ્નાન કરવાનું નથી.
જૂના મળોનો નાશ તો કરે છે આ સ્નાન. પરંતુ એની લોકોત્તર વિશિષ્ટતા એ છે કે અહીં તો સ્નાન કર્યા પછી મળ લાગતો જ નતી.
લૌકિક સ્નાન તે કાંઈ સ્નાન કહેવાતા હશે કે જે એક વાર કર્યા પછી પણ ફરી ફરી કરતા જ રહેવા પડે. ફરી ફરી મળ લાગી જવાને કારણે સ્તો!
વળી એ સ્નાન તો દેહના મળ દૂર કરે એટલું જ. આત્માના કર્મમળને તો જરા ય દૂર ન કરી શકે.
કર્મમળને દૂર ન કરનારા ગંગાસ્નાન પણ શા કામના?
જેનેતર દાર્શનિકો ગંગાસ્નાનથી કર્મમળ દૂર થવાની વાતો કરે છે તે સંપૂર્ણતઃ અસંબદ્ધ પ્રલાપ છે.
હા, ગંગાસ્નાન કરવાથી દેહમળ જરૂર દૂર થાય કિંતુ એ તો બળદીઆનો પણ દેહમળ દૂર થઈ જાય. જો એ ય ગંગામાં ઝંપલાવે તો.
તો દેહમળ દૂર કરતાં ધાર્મિક જનની ત્યાં શી વિશેષતા?
ધર્માન્ય લોકોની આ વૃત્તિને થપ્પડ મારવા માટે તો તુકારામે પવિત્ર ગણાતી નદીઓમાં સ્નાન કરવા નીકળેલી યાત્રિકોની ટૂકડીને પોતાની પાસે પડેલી કડવી દૂધી આપી હતી અને તેમને કહ્યું હતું કે આ દૂધીને પણ તમારી જોડે દરેક નદીમાં સ્નાન કરાવજો.