________________
વીર ! મધુરી વાણી તારી
યાત્રિકોએ તેમ જ કર્યું. ભારતની પવિત્ર ગણાતી ઘણી નદીના સ્નાન કરીને તેઓ પોતાના વતનમાં પાછા ફર્યા. દૂધી લઈને તુકારામ પાસે ગયા. તુકારામે બધા ય ને જમાડવા માટે બેસાડયા. એ જ દૂધીનું શાક કર્યું. અને સહુને થાળીમાં પીરસ્યું. મોંમા મુકતાની સાથે જ દરેક યાત્રિક ‘થૂ થૂ' કરવા લાગ્યો. તુકારામે કારણ પૂછ્યું, “અરે સખા તુકા! ભાજી તો કડવી આહે!’’
૧૪૭
તુકારામે સસ્મિત કહ્યું, “ભારતની ઘણી પવિત્ર નદીઓના સ્નાન કર્યા પછી પણ આ દૂધી કડવી જ રહી! તો પછી સ્નાનનો મહિમા શું ? રે! મિત્રો નદીના સ્નાન કરવાથી કાંઈ આત્મના મળ જતા નથી; દેહના જ મળ દૂર થાય છે સમજ્યા !’૩
સહુ આ વાત સમજીને શરમથી માથું નીચું નાખી ગયાં!
આપણે તેવા અપ્રધાન દ્રવ્યસ્નાનનો મહિમા અહિં ગાતાં જ નથી. ગૃહસ્થોના પણ તે જ દ્રવ્યસ્નાન શાસ્ત્રવિહિત છે જે ભાવસ્નાનનું અવશ્ય કારણ બની જવાના છે.
આથી જ દ્રવ્યસ્નસ્નાદિની જીવ વિરાધનાઓ તેની જ મંજૂર થઈ શકે છે જે ભાવસ્તવના વખતે પ્રભુભક્તિમાં એકાકાર થાય છે અને અંતે પ્રાર્થના સૂત્રમાં પુકાર કરતો માંગે છે. “હે ભવાતીત! તારા પ્રભાવથી મને સંસારના સુખો ઉપર તિરસ્કારભાવ ઉત્પન્ન થાઓ.’'
ચેકમાં રકમ ભરનારે સહી કરવાનું ભૂલી ન જવું જોઈએ.
સહી વિનાના લાખ રૂપિયાના ચેકને ખીસ્સામાં મૂકીને તેનું અભિમાન ધારણ કરે તે પાગલ ગણાય. કેમકે એવા ચેકની કિંમત નયા એક પૈસાની જ થાય છે. આ વાતને ક્રિયારુચિ ધાર્મિક આત્માઓએ ખૂબ જ સારી રીતે સમજી લેવી
જોઈએ.