SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ વીર ! મધુરી વાણી તારી સ્થિર પણ રહે છે અને પછી નાશ પણ પામે છે. એટલે જ જે સત્ હોય તે ક્ષણિક હોય તે નહિ કહેતાં જે સત્ હોય તે ઉત્પાદધ્રોગ્ય અને વિનાશના ધર્મથી યુક્ત હોય તેમ જ કહેવું જોઈએ. આ વિષયમાં આગળ ઉપર પંદરમાં અષ્ટકમાં ઘણું કહેવાનું છે એટલે આપણે અહીં લંબાણથી ચર્ચા કરશું નહિ. અહીં તો એટલું જ જણાવીને આગળ વધીએ કે એવા શાશ્વત સુખનો સંભવ જ નથી એવું ક્ષણિક સુખની જ સદા તન અનુભૂતિ કરનારાઓએ કલ્પી લેવું નહિ. કેમકે જો આત્માના સુખને ઢાંકતાં કર્મનો અંશતઃ ક્ષય થથાં જો અંશતઃ સુખ મળે છે તો એ કર્મનો સર્વાંશે ક્ષય અવશ્ય થઈ શકે અને તેમ થતાં સંપૂર્ણ સુખ પણ મળી શકે. એટલે શાશ્વત સુખ છે જ. અને તેવા સુખના સ્વામીને જ મહાદેવ કહેવાય. સિદ્ધાર્થ પુત્ર બુદ્ધ જો આવા શાશ્વત સુખને જ માનતા હોય અને તેથી તેઓ પોતાને તેવા શાશ્વતસુખના સ્વામી ગણાવતા ન હોય તો તેઓ પોતે જ આપણને જણાવી દે ચે કે તેઓ મહાદેવ નથી. (૨) અષ્ટકર્મ મુક્તિ : ભવાતીત (વિદેહમુક્ત) દશાને પામેલા મહાદેવનું આ શ્લોકમાં બીજું લક્ષણ અષ્ટકર્મ મુક્તિ કહ્યું છે. જ્ઞાનાવરણ આદિ આઠેય કર્મોના સર્વ અણુઓથી જેમનો આત્મા સર્વથા મુક્ત થયો છે તે જ આત્મા ભવાતીત અવસ્થાના મહાદેવ કહેવાય. કોઈ પણ કર્મના કોઈ પણ એક અંશનું આત્માના સંબંધમાં રહેવું એ આત્મા માટે તો એક ભયંકર ત્રાસ છે. ચેતન, અને તે જડના સંયોગમાં! આ વાત જ ત્યંત વસમી છે. શુદ્ધચરિત શેઠ કોઈ પરસ્ત્રીના રાગમાં! ભડકે જલતા અગ્નિનો કોઈ ખૂણો ઠંડો હિમ જેવો! કમલવન ઉપર હિમનો ઠાર પડે એ કેવો ત્રાસ! પહેલવાન શરીરમાં રોગ! વનમાં દાહ! ભરબપોરે ઘનઘોર અંધકાર! ગ્રંથમાં મૂર્ખતાનું પ્રદર્શન! સ્નેહાળ કુટુંબમાં કજીઆ!
SR No.008947
Book TitleVeer Madhuri Vani Tari
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size572 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy