________________
વીર ! મધુરી વાણી તારી
આ બધું ય ભારે ત્રાસરૂપ બને છે. તેવો જ ચેતન ઉપર જડ કર્માણનનો સંબંધ ત્રાસરૂપ બને છે. પછી ભલે ને તે તીર્થંકર પરમાત્માનું ચેતનદ્રવ્ય કાં ન હોય! તેઓ પણ વિશ્વોપકારક નિનામ કર્મના અણુ-અણુને હટાવવાની-નાબૂદ કરવાની પ્રક્રિયામાં સદા સહજ રીતે સાબદા જ રહે છે.
સારા પણ કર્માણનો બંધ, ચેતન ઉપર ખોટો! કેમકે એ ય બંધ છે! એવા જડના સંબંધે ચૈતન્યનો ધબકારો ધીમો પડે જ પડે.
કર્માણના બંધ-સંબંધમાં ચૈતન્યનું જડીકરણ થાય છે. એ જ્ઞાની છતાં અજ્ઞાની બને છે, સુખી છતાં અસુખ બને છે, વીર્યવાન છતાં નિર્વીર્ય બને છે.
એવા ત્રાસરૂપ કર્માણના બંધ-સંબંધમાં રાચે માચે સંસારી જીવો.
મહાદેવ તો કદાપિ નહિ. એ તો એની ઘાતક તાકાતોને તોડી જ પાડતા હોય. અને બાકીના દુબળાઓના નાશમાં ય તત્પર જ હોય. અને વિદેહમુક્ત અવસ્થામાં મહાદેવ તો તે જ કહેવાય જેઓએ તમામ કર્માણની છાતી પોતાના પ્રારબ્ધ કર્મના વાઘનખથી વિદારી નાંખી હોય.
જેમને એક પણ કર્માણનો બંધ સંબંધ નથી તેમને કર્મજનિત રાગાદિભાવો નથી. પરમમાધ્યચ્યમાં એમનું પ્રકાશસ્વરૂપ સહજ રીતે સદા રમતું જ રહે છે. એટલે એઓ કદાપિ આ જગતમાં દોડી આવતા નથી. સમગ્ર જાતના દૃષ્ટા છતાં કોઈના દુઃખ જોઈને બચાવવા દોડતા નથી, કોઈના સુખ જોઈને શાબાશી દેવા દોડતા નથી. રે! પોતે જ પ્રવર્તાવી ગયેલા ધર્મતીર્થના વૃક્ષને મૂળમાંથી હચમચાવી નાંખવાનો પ્રયત્ન કરતાં કોઈ પાપાત્માને જોઈને એ ધર્મતીર્થના વૃક્ષની રક્ષા કરવા કાજે પણ દોડ મૂકતા નથી. આ જગતમાં કોઈ સ્ત્રીના પેટે જન્મ પણ લેતાં નથી.
જે અકર્મા બન્યા છે તે અજન્મા છે. કર્મ વિના જન્મ શક્ય જ નથી. અકર્માને જન્મ કેવો? અકર્માને જન્મની ઈચ્છા જ ક્યાંથી?
આશ્ચર્ય થાય છે એ ત જાણીને કે કેટલાક ધર્મશાસ્ત્રોમાં મહાદેવ બનેલાઓ ધર્મનો ધ્વંસ વગેરે અટકાવવાના હેતુથી આ જગતમાં જન્માવતાર લેવાનું જણાવે છે. એક વાર નહિ. વારંવાર!
અફસોસ ! મહાદેવ તો અકર્મા હોય!