SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ IL વીર ! મધુરી વાણી તારી મોક્ષાનું લક્ષ આવે નહિ ત્યાં સુધી બધું જ નકામું. ચરમાવર્તકાળ સિવાય મોક્ષનું લક્ષ આવી શકે જ નહિ. એમાં ય વળી ભારે કર્મી ભવ્યાત્માને તો ચરમાવર્સમાં પ્રવેશ કરી દે તો ય મોક્ષ લક્ષ ન આવે. એટલા જ માટે મોક્ષપદ પ્રાપ્ત કરવા જેમ ચરમાવર્તકાળની જરૂર છે તેમ તથાભવ્યત્વના વિશિષ્ટ પરિપાકની પણ જરૂર છે. આ બે જ ચીજો ખૂબ મહાન છે. જેને આ બે વસ્તુની પ્રાપ્તિ થાય છે તેની ઉપર જ પરમાત્માના દર્શનાદિ સફળ થાય છે. અન્યત્ર સર્વત્ર નિષ્ફળ જાય છે. હા, અર્થકામમય સંસારના સુખોના ફળ જરૂર એ દર્શન-વંદન આદિથી મળી જાય છે. પરંતુ એવી રીતે મળતાં સુખોના ભોગવટા વધુ ભયાનક દુઃખમય અને પાપમય સંસારમાં અનંતકાળ માટે પટકી નાંખનારા જ બને છે માટે એવી વિપરીત ફલ-પ્રાપ્તિને જરા ય મહત્ત્વ આપવા જેવું નથી. આપાત-મધુર સુખો અનુબંધમાં જો દુઃખસ્વરૂપ છે તો તે સુખોને સુખસ્વરૂપ જ કહી શકાય નહિ. વીતરાગ-પરમાત્માનાં પૂજન-વંદન વગેરે તો આરાધકો ઉપર જે ઉપકાર કરે છે તે અનુબંધમાં અત્યંત હિતકર અને ઉપકારક હોય છે. અભ્યદય મળે તે અનાસક્તિ સાથે... અને પછી અપવર્ગ મળે જ મળે. કેવું અપૂર્વ સ્વરૂપ છે ઓ વીતરાગ! તારું; કે તું અસલમાં આરાધકો ઉપર કોી ઉપકાર કરતો નથી છતાં તારી આરાધના કરનારાઓ ઉપર તારો ઉપકાર થઈ જાય છે ! આણાએ ધમો? કયી છે આરાધ્યની શ્રેષ્ઠ આરાધના? એક જ..... એ વીતરાગ ભગવંતોની આજ્ઞાનું અણિશુદ્ધ પાલન કે જેને આપણે અપ્રમત્તભાવનું સર્વવિરતિધર્મનું સાતમા ગુણસ્થાનનું સાધુ જીવન કહીએ છીએ. શ્રેષ્ઠ આરાધના અણિશુદ્ધ આજ્ઞાપાલનની છે. એવો આજ્ઞાપાલક જ શ્રેષ્ઠ આરાધક છે. જેનાથી અખંડ આજ્ઞાપાલન ન થાય તેણે પણ જેટલા અંશમાં પોતાની અશક્તિને કારણે આજ્ઞાનું પાલન ન થતું હોય તેવા અશક્ય આજ્ઞાશોના કટ્ટર પક્ષપાતી તો બનવું જ જોઈએ 3
SR No.008947
Book TitleVeer Madhuri Vani Tari
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size572 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy