________________
વીર ! મધુરી વાણી તારી
જમાખાતાના પચાસ રૂપિયાથી ઉધારખાતાના દસ રૂપિયાની બાદબાકી થઈ જ જાય છે. શેઠ પાસે ચાલીસ રૂપિયા હાથ ઉપર છે એમ કહેવાય છે.
૨૦૩
પરંતુ ધર્મરાજના ચોપડે આવું નથી. ઉધાર ખાતે જે પાપ ખતવાઈ ગયું અને જમા ખાતે જે પુણ્ય ખતવાઈ ગયું તે બે ને પરસ્પરના સીધા છેદ ઉડાડીને નાશ કરવારૂપ કોઈ સંબંધ નથી. જમાખાતાનું પુણ્ય ઉધારખાતાના પાપને સીધું ધોઈ શકતું નથી. પુણ્ય પણ ભોગવવું રહ્યું, પાપ પણ ભોગવવું રહ્યું.
એટલે પાપનો નાશ પુણ્ય કરવાથી જ થઈ જાય એ વાત લોકોત્તર ન્યાયમાં સાપેક્ષ રીતે અસંગત બની જાય છે.
પાપ એ કર્મ છે. એનાં ગંજ આત્મા ઉપર ખડકાયા.
આમ આત્મા ઉપર તો કર્મનો નાશ થવાને બદલે કર્મનો વધારો જ થયો.
પાપનાશ તપ અને સંયમથી જ :
પાપના પ્રતિપક્ષી બે જ યોદ્ધા છે. તપ અને સંયમ. તપ-યોદ્ધો બંધાએલા પાપકર્મોનો નાશ કરે છે. સંયમ-યોદ્ધો નવા પાપકર્મને બંધાવવા દેતો નથી. આમ પાપના સીધા દુશ્મન તપ-સંયમ જ છે. હા, પરંપરા તો પુણ્યને પણ પાપનો નાશક કહી શકાય. પુણ્યથી સુજન્મ, સુદેવાદિની જે સામગ્રી પ્રાપ્ત થાય તે સામગ્રી દ્વારા તપ-સંયમની આરાધના પ્રાપ્ત થાય. અને એ આરાધના જ પાપનો નાશ કરે. પરંતુ આવી આરાધનાની સામગ્રી આપનાર તો પુણ્યકર્મ બન્યું માટે આ દૃષ્ટિએ પુણ્યને
પણ પાપનાશક કહી શકાય.
પરંતુ પ્રસ્તુત વિચારણામાં તો પુણ્યને પાપનાશક કહેવું કે નહિ તે પ્રશ્ન ઉપસ્થિત થયો છે.
રાજા પોતાની સંપત્તિથી પાપો કરે છે, તે જ સંપત્તિથી તે રાજા દાનાદિ કરીને પુણ્ય પણ કરી લે તો તે પુણ્યથી પાપનો નાશ થાય કે નહિ એ અહીં પ્રશ્ન છે. જેનો ઉત્તર સ્પષ્ટ નકારમાં જ આવે છે.
વસ્તુતઃૠ ધર્મમાં પાપ કરનારો આત્મા એ પાપને ક૨વાની બુદ્ધિથી કદી કરતો જ નથી એથી જ એના પાપ-કર્મબંધ નિરનુબંધ થઈ જાય છે એટલે એવા પાપકર્મોને પુણ્યથી તોડવાનો પ્રશ્ન પણ ઉપસ્થિત થતો નથી.
અને ધર્મમાં કરતાં પાપને દાનહોમાદિના પુણ્યથી ધોઈ નાંખવાની જ વૃત્તિ જેના અંતરમાં રમી રહી છે તે આત્માઓના એ પાપ અત્યંત બદ્ધમૂલ બની જાય છે.