________________
IL
વીર ! મધુરી વાણી તારી
પાતળી પણ છાંય કે અજ્ઞાનમૂલક ઘેલી પ્રવૃત્તિનું કોઈ ધ્યાન. માટે જ મહાદેવ તો ભગવાન જિનોને જ કહેવાય જેમના સ્વરૂપ અને જીવનમાં રાગ-દ્વેષ મોહનો સાર્વત્રિક અભાવ જોવા મળે છે. અને તેથી જ તેમના આત્મામાં પણ એ ત્રિપુટીના સંપૂર્ણ વિનાશનું બળવાન અનુમાન થઈ શકે છે.
એટલું જ નહિ પરંતુ આ ભગવાન જિનો જ્યારે વીતરાગ પદ પામ્યા ન હતા ત્યારની તેમની રાગ-દ્વેષ અને મોહની વૃત્તિના સભાવની દશામાં પણ તેઓ તે રાગાદિભાવોને જાણે કે સ્પર્શતા પણ ન હોય તેવું અત્યંત ઉન્નત જીવન જીવતા હતા. એમની એ વિરાગ અવસ્થામાં જેટલો સમય એઓ રાગઘર-સંસારમાં રહ્યા, એમાં એમણે જે કામભોગ ભોગવ્યા, એ બધા ય માં પણ એમની અનાસક્તિ જ ભવ્ય રીતે ખીલી ઊઠેલી જોવા મળે છે, ભોગના કાદવમાં જન્મ્યા, તેમાં જ જીવન જીવ્યા છતાં કાદવથી તદ્દન નિર્લેપ રહીને ઉદાસીનભાવે જીવ્યા.
છેલ્લા જિનેશ્વર ભગવાન મહાવીરદેવની જ વાત કરીએ. જ્યારે તેઓ ગૃહવાસમાં હતા ત્યારે પણ તેઓ તે ગૃહવાસથી અત્યંત ઉદાસીન રહેતા હતા. એમના મુખ ઉપર તરતા વિરાગબાવને જોઈને તો માતા ત્રિશલા એમને એ વાત જણાવતાં લાખ લાખ વિચારો કરતી હતી કે કુમાર હવે તમે લગ્ન કરો એવી મારી ઈચ્છા છે.
એથીસ્તો ત્રિશલાએ કુમાર વર્ધમાનના મિત્રોને તે વાત કરવા મોકલ્યા. પણ વિરાગી કુમારે મિત્રોને તો એક જ ધડાકે તગડી મૂક્યા. એમની પૂરી વાતે ય ન સાંભળી.
છેવટે માતા ત્રિશલા જાતે આ વાત કરવા જાય છે. કુમારની માતૃભક્તિના ગુણ ગાય છે. “વિરાગી છતાં માતૃભક્ત તું અમારી બધી રાગની ઈચ્છા પૂર્ણ કરતો આવ્યો છે” એમ કહીને પોતાની ઈચ્છા જણાવી દે છે. એ વખતે વિરાગી કુમાર વર્ધમાન અત્યંત ઉદાસ થઈને માથું નીચે નાંખી દે છે. લમણે હાથ દઈને માથું ટેકવેલું જોઈને માતા ત્રિશલા પણ થોડી પળો તો સ્તબ્ધ થઈને પોતાની જાતને જ ઠપકો દે છે. “મગધાના સર્વ નગરજનોના લાડકવાયાની આ દશા કરવાનો તને શું અધિકાર છે?' ત્રિશલાનું અંતર ત્રિશલાને ઉપાલંભ દે છે.
એ વખતે કુમાર વર્ધમાન અવધિજ્ઞાનના બળથી પોતાની નિકાચિત ભોગકર્મની સ્થિતિ જાણી લે છે. છતાં માતાને કશો ય સંમતિસૂચક ઉત્તર આપતા નથી. બલ્ક માતાને કહે છે, “હે માતા! સ્ત્રીનો પરિગ્રહ તો ભવભ્રમણનું જબ્બર કારણ છે. મને ક્યાં એમાં....”
치