________________
વીર ! મધુરી વાણી તારી
જ્યારે ભગવાન અજિતનાથ આદિ તીર્થકરોએ પણ પોતાની વાણીમાં વણાઈ ગયેલા પૂર્વોના શ્રતના પ્રકાશન દ્વારા તે નીતિઓ અર્થથી બતાડી જ હતી. આતી સર્વ તીર્થકર મહાદેવના સર્વોચ્ચ પદને પામેલા કહેવાય.
અહીં પ્રથમ અષ્ટકના ત્રીજા ચોથા શ્લોકનું વિવેચન પૂર્ણ થાય છે. આ વિવેચનમાં મહાદેવની છબસ્થતા, ભવસ્થકેવલિત્વ અને ભવાતીત કેવલિદશાની તે તે વિશિષ્ટતાઓ બતાડીને તે તે સઘળી અવસ્થાઓમાં તેઓને મહાદેવ કહ્યા જેમાં શાશ્વત સુખનું સ્વામિત્વ, અષ્ટકર્મમુક્તિ, અશરીરત્વ, સર્વદેવોનું પૂજ્યત્વ, વગેરે મહાદેવના લક્ષણો બતાવ્યાં.
હવે મહાદેવની ભવાવસ્થાને ઉચિત એક અદ્ભુત લક્ષણ પાંચમાં શ્લોકમાં જણાવ્યું છે તે આપણે જોઈએ. મહાદેવ એટલે મોક્ષમાર્ગના શુદ્ધ પ્રકાશકઃ
અત્યાર સુધી તો આપણે એ જોયું કે મહાદેવ તેમને જ કહી શકાય જેઓ પોતે રાગ-દ્વેષ અને મોહની ગુલામીમાંતી ઉદ્ભવતા અત્યંત નિન્દિત વર્તાવથી સંપૂર્ણ રીતે મુક્ત હોય.
એમના છદ્મસ્થ જીવનની પ્રવૃત્તિઓ પણ જીવનમુક્ત દશા પામવાની ઉતમ ભૂમિકાની તરફ જ ડગ-ડગ માંડતી હોય.
સંભવ છે કે તેઓ પોતાના ગૃહસ્થજીવનમાં લગ્ન કરે, વિષયભોગ પણ ભોગવે, રાજમહેલમાં રહે, રાજા બને અને યુદ્ધો કરે.. પરંતુ તે બધી પ્રવૃત્તિને તેઓ અત્યંત ત્યાજ્ય માનતા હોય એટલે તેમને તે બધુંય જ્યારે કરવાની ફરજ પડે ત્યારે જ તેઓ કરે. પ્રાયઃ નિકાચિત કર્મોના ઉધયો જ તેમને આવા કાર્યો કરવાની ફરજ પાડતા હોય છે.
દેખીતી રીતે વિષયભોગની કે યુદ્ધની પ્રવૃત્તિ સર્વીશે સાંસારિક કહી શકાય અને તેથી તેને ભયાનક પાપકર્મબંધની ઉત્પાદક પણ કહી શકાય. છતાં તીર્થકરોના આત્માઓ આવી પ્રવૃત્તિમાં પણ પાપકર્મનો ઝાઝો બંધ ન કરતાં પાપકર્મોનો વિપુલ ક્ષય કરનારા બને છે.
બેશક, વિષયભોગાદિની પ્રવૃત્તિ રાગાદિની ઉત્તેજના વિના શક્ય નતી પરંતુ છતાં એ ઉત્તેજનાથી બંધાતા કર્મ કરતાં એની તરફની સૂગનો જે પ્રચંડ મનોભાવ ભયંકર વેગથી ધસી રહ્યો છે તે પુરાણા અનંત પાપકર્મોના ભુક્કા બોલાવતો જ જાય છે.