________________
વીર ! મધુરી વાણી તારી
ત્યાં પાંચ પાપકર્માણનો બંધ હશે તો પાંચ અબજ પાપકર્માણનો સંપૂર્ણ ળિનાશ હશે; જે પાપકર્મો સ્વયં વિનાશ નહિ પામતા હોય તેમના પણ અનેકોના રસ અને સ્થિતિઓના ભુક્કા બોલાઈ જાય છે.
આમ એ મહાદેવોના ગૃહસ્થજીવનની ત્યાગની પ્રવૃતિ તો પાપક્ષય કરનારી બને જ છે પણ ભોગની પ્રવૃત્તિઓ પણ પાપક્ષય કરીને એમના આત્માની શુદ્ધિને વધુને વધુ પ્રગટ કરતી જાય છે.
આમ રાગ-દ્વેષના ઘરમાં રહીને પણ આ આત્માઓ રાગદ્વેષની વાસનાઓનો વિનાશ જ કરતાં રહે છે.
આનું મુખ્ય કારણ તો વિષયો પ્રત્યેની ભવ્ય ઉદાસીનતાને પ્રગટ કરતું એમનું આક્ષેપક જ્ઞાન હોય છે એમ યોગદષ્ટિમાં ભગવાન હરિભદ્રસૂરિજી કહે છે જે મનમાં વિષયોની હેયતાનો ભાવ જીવંત બની ગયો છે એ મનવાળાનું તન ભોગદશામાં ય પાપનો નાશ કરતું રહે છે.
જે મનમાં વિષયો પ્રત્યેનું ભયાનક આકર્ષણ જામ થઈ ચૂક્યું છે એ મનવાળાનું તન તુગમ ય પાપકર્મોનો બંધ કરતું રહે છે.
મહત્ત્વનું છે મને.
આરાધના અવલંબે છે મનના ઝોક ઉપર. મનનું વલણ ત્યાગ તરફ તો ભોગમાં ય આરાધના. મનનું વલણ જો ભોગ તરફ તો ત્યાગમાં ય વિરાધના. તનના ઝોકનું મહત્ત્વ આ નિશ્ચયદૃષ્ટિમાં જરા ય નથી.
દૃષ્ટિ વિશારદો જ આ વાતને સમજી-પામી શકે બીજાઓ તો આવી વાતોથી ઊંધા જ પડે.
જે મહાદેવને પોતાના ગૃહસ્થજીવનમાં પણ આ રીતે ભોગમાં ય પાપક્ષય કરે ચે તેઓ ભોગને સારા ન માનવાના કારણે અંતે એકવાર ભોગોને બાહ્યથી પણ ત્યાગે છે. ભોગોમાં પાપક્ષયની પ્રવૃત્તિ ચાલુ હોવા છતાં એઓ એ ભોગોને ત્યાગે છે.
ડાકુથી પણ કોઈ વિચક્ષણ શાહુકારને લાભ થઈ જાય તો ય અવસર મળતાં જ તે ડાકુને ત્યાગે જ. કેમકે એ જાત ડાકુની છે. ડાકુના સંગીને જગત શાહુકાર કહેતાં અચકાય. જગતમાં રહેવું હો તેને ડાકુના લાભને અને સંગને જતો કરવો જ રહ્યો.
મહાદેવના આત્માઓ તો જગતના જીવોના દુઃખના મૂળ કારણ પાપને જાણી ચૂક્યા હતા. એ જીવોને એના ભરડામાંથી છોડાવવા માટે તો એમનો આત્મા પૂર્વના