________________
વીર ! મધુરી વાણી તારી
બુદ્ધ વગેરેનો ઉપદેશ પણ નિર્વાણપદની પ્રાપ્તિ માટેનો જ હોય. એટલે એમના ઉપદેશમાં રાગ-રોષના સાસારિક ભાવોથી મુક્ત થઈને વીતરાગ-વીતદ્વેષ બનવાની જ વાતો વારંવાર ઘૂંટાતી રહે. જ્યારે શ્રોતાઓ આવી જ વાતો સાંભળે ત્યારે પોતાના નિર્વાણ પદનું સ્વરૂપ રાગ-દ્વેષનો ખાત્મા બોલાવ્યાપછી જ આવે એ વાત પામે. અને તેવા રાગ-દ્વેષ વિનાના પરમાત્મા સમજીને જ તેઓ તેમને પૂજ્ય હોય છે. પછી ભલેને નામથી તેઓ તે પરમાત્માને ગમે તે કહેતા હોય.
૫૮
આમ બુદ્ધ વગેરેને માનનારા સર્વ ભદ્રક જીવો રાગ-દ્વેષ વિનાના વીતરાગ સર્વજ્ઞસ્વરૂપ મહાદેવને જ પૂજ્ય માને છે.
આમ વિશેષથી ભલે તે તે નામના તે તે દેવોને સર્વ આસ્તિક લોકો પૂજ્ય માનતા હોય પણ વસ્તુતઃ સામાન્યથી તો તે બધા ય તે વીતરાગ-સર્વજ્ઞને જ પૂજ્ય માને ચે આ વાત મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજએ અધ્યાત્મસારમાં બહુ સારી રીતે રહી છે. તે ગ્રંથના મારા ભાવાનુવાદને જોવાથી આ હકીકત ખૂબ સ્પષ્ટ થઈ જશે.
મહાદેવ સૂર્યયોગીઓના ધ્યેય-સ્થાને છે ઃ
જગતના કોઈ પણ આસ્તિક દર્શનને સ્વીકારીને મોક્ષ-પદની સાધના કરતાં સર્વ યોગીઓ ગમે તેનું ધ્યાન કરતાં હોય પરંતુ વસ્તુતઃ તો તેઓ વીતરાગસર્વજ્ઞન જ ધ્યાન કરે છે. કેમકે રાગાદિ-સાંસારિક ભાવોને એમણે દુષ્ટ માન્યા છે. એમને એનાં જીવનમાં કોઈ જંપ નથી, એ જગતમાં એમનેક્યુંય સંપ અને શાંતિ દેખાયા નથી. એથી જ એ જીવન એ જગતથી મુક્ત થવાની તેઓની તીવ્ર તમન્ના હોય છે. જેને રાગાદિના જીવનથી મુક્ત થવું છે તેને વીતરાગાદિ સ્વરૂપ બનવું છે એ વાત તો સહેલાઈથી સમજાય તેવી છે.
અધ્યાત્મ-જગતનો એક ન્યાય છે કે જેવા બનવું હોય તેવા બનેલાનું ધ્યાન ધો. વીતરાગ-સર્વજ્ઞસ્વરૂપ મહાદેવ બનવા માટે મહાદેવના સાચા સેવક બનીને તેમનું ધ્યાન લાગવો. સર્વ યોગીઓ વીતરાગ-સર્વજ્ઞ બનવા મતે છે માટે તેમનું બધાયનું તેવા વીતરાગ-સર્વજ્ઞ મહાદેવ જ ધ્યેય બને છે.
મહાદેવ એટલે સર્વ નીતિના ઉત્પાદક :
નૈગમાદિ સર્વનયો અને શામ-દામ આદિ સર્વ નીતિઓના પ્રકાશક જે હોય તે જ ભગવાન આદિનથે શામ-દામ આદિ નીતિઓ યુગલિકોને શબ્દથી બતાડી હતી.