________________
વીર ! મધુરી વાણી તારી
૫૭
દિલને હલાવ્યા વિના આજે ચાલી શકે તેમ પણ ક્યાં છે?
જાતના દિલને હલાવી નાંખ્યા વિના પરાયા દિલને હલબલાવવા નિષ્ફળ મથતો પ્રચારક, ધર્મ-શાસનને ઘણું મોટું નુકસાન પહોંચાડે છે.
હા, જરૂર દિલ વિનાનો વક્તા પ્રચારક છે. દિલવાળો સાધક જ સાચો પ્રભાવક છે. અસ્તુ.
આપણે તો આપણા બળે જ ભગવાન હરિભદ્રસૂરિજીની અર્થ ગંભીરવાણીના તાર ખેંચવા રહ્યા.
ભગવાન હરિભદ્રસૂરિજીએ કહ્યું કે સર્વ દેવોને ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકોને-પણ જે પૂજ્ય છે તે મહાદેવ છે.
બીજી રીતે પણ આ વાક્યને ઘટાડી શકાય. સર્વદેવોને એટલે સર્વલોકને જે પૂજ્ય છે તે મહાદેવ કહેવાય. વિતરાગ-સર્વજ્ઞ સ્વરૂપ મહાદેવ સર્વને પૂજ્ય છે :
આવું અર્થઘટન કરવામાં ‘સર્વદેવ' શબ્દનો બહુવ્રીહિ સમાન કરવો; કર્મધારય નહિ.
જગતના આસ્તિક લોકો, કોઈને કોઈ બુદ્ધ, કપિલ, બ્રહ્મા વગેરે દેવને પૂજે છે. એટલે આ બધા (સર્વ) લોકો એક સમૂહની અપેક્ષાએ સર્વ દેવોના પૂજક છે જેઓ.. તે લોકો પણ સર્વદેવ કહેવાય. આમ સર્વદેવ = સર્વ પૂજકલોક અર્થ થાય. સર્વદેવોને = સર્વલોકને પૂજ્ય છે તે મહાદેવ કહેવાય.
અહીં પ્રશ્ન થાય કે સર્વલોકને તો કોઈ પૂજ્ય નથી? કેટલાકને બુદ્ધિ પૂજ્ય છે, કેટલાકને બ્રહ્મા પૂજ્ય છે, કેટલાકને મહાવીર પૂજ્ય છે. સર્વે પૂજ્ય એવી તો કોઈ એક વ્યક્તિ નથી જ.
આનું સમાધાન એ છે કે ચૂલદૃષ્ટિએ તો એ જ વાત બરોબર છે કે સર્વ આસ્તિકલોકને પૂજ્ય એવી એક વ્યક્તિ કોઈ જણાતી નથી. સૂક્ષ્મદૃષ્ટિથી વિચાર કરતાં આ વાત સુપેરે સાબિત થઈ જાય છે.
જુઓ... જે લોકો જે બુદ્ધ વગેરે વ્યક્તિને મહાદેવ તરીકે પૂજે છે તે લોકો તે બુદ્ધ વગેરે પોતાના પૂજ્યનો જે ઉપદેશ સાંભળે ચે તેનાથી તે બદા ય એ વાત નિશ્ચિતરૂપે માને છે કે એમના ઉપદેશ પ્રમાણે ચરણ કરવાથી આત્મા નિર્વાણ (મોક્ષ) પદને પામે.