________________
વીર ! મધુરી વાણી તારી
જો નામસ્મરણથી આત્મામાં પવિત્રતાદિ ગુણો પ્રગટે છે તો સ્થાપનાની ભક્તિથી પણ આત્મામાં પવિત્રતાદિ ગુણો કેમ ન પ્રગટે ?
૫૬
જો તેમાં કોઈ વાંધો હોય તો એ વાતો જવાબ આપવો પડશે કે દસવૈકાલિક સૂત્રના મૂળમાં જ વિત્તમિત્તિ ન નિાવ.... પંક્તિથી સાધુને સ્ત્રીનું ચિત્ર જોવાની મનાઈ કેમ કરવામાં આવી છે? જો સરાગીના એ ચિત્રમાં વિકાર ઉત્પન્ન કરવાની તાકાત હોય તો વીતરાગના ચિત્રમાં કે વીતરાગની મૂર્તિમાં સંસ્કાર પ્રગટ કરવાની તાકાત કેમ ન મનાય?
સ્થાપનાનિક્ષેપાને ન માનનારા દયાનંદ સરસ્વતીના અનુયાયીઓ કોર્ટે કેમ ગયા હતા? જ્યારે સનાતનીઓએ દયાનંદના ફોટાને ગધેડાના પૂંછડે બાંધી લાતો મરાવીને દોડાવ્યો હતો ત્યારે.
શા માટે કોંગ્રેસી વડાપ્રધાનનું પૂતળું જલાવતી મદ્રાસની ડી.એમ.કે. સરકાર ઉપર કોંગ્રેસીઓ રોષે ભરાય છે?
શા માટે માતૃભક્ત પુત્ર પોતાની મૃત પામેલી એ માતાની છબીના દર્શન કરતો ક્યારેક આંખમાંથી આંસુ વહાવે જાય છે?
આ બધા ય પ્રસંગો સ્થાપનાનિક્ષેપાની મહત્તા-અસરકારકતાને જ સાબિત કરી દે છે.
છતાં લગભગ ઘણા ધર્મપંથોમાંથી સ્થાપનાનિક્ષેપાનો ઈન્કાર કરતાં ફાંટાઓ નીકળ્યા જ છે. આવા મતોના મમતવાળા ધર્મગુરુઓ પણ પોતાના ફોટાઓ પુસ્તકોમાં છપાવે જ છે. અને એ મતનો અનુયાયીગણ પોતાના સ્વજનોના ફોટાઓથી ઘરની દિવાલો ઉભરાવી દે છે. એટલે એમણે સ્તાપનાનિક્ષેપો તો માન્યો જ છે માત્ર ઉપકારી ભગવંતોની પ્રતિમા જ માનવી નથી. કેવો ભયંકર કદાગ્રહ! અદ્ભુત. મૂળ વાત ઉપર આવીએ.
સૂત્રાત્મક શૈલી જેવા આ અષ્ટક લોકના પદ-પદમાં ગંભીર અર્થો ભરેલા છે. માનવનું મસ્તિષ્ક એમાંથી અર્થનો જેટલો તાર લાંબો કાઢી શકે તેટલો નીકળી શકે પણ મહાસંયમી ગ્રંથકારોના સૂત્ર-વાક્યોનાં અર્થોમાં એમના સંયમનું પણ ઓજસ મળેલું હોય છે. એટલે એ વાક્યોના ઐદમ્પર્યાર્થ સુધી પહોંચવા માટે તો આપણામાં વિશિષ્ટ સંયમનું બળ પણ હોવું ઘટે. માત્ર માથું નહિ ચાલી શકે.
બુદ્ધિના શોધેલા અર્થ તો વાચકના દિમાગને જ હલબલાવી શકે; દિલને હલાવી નાંખવા તો દિલના જ અર્થ જોઈએ.