________________ IL 130 વીર ! મધુરી વાણી તારી એટલું જ નહિ પણ અનિવાર્ય સંયોગોમાં જે શ્રાવક સાદુ થઈ શક્યો નથી અને સંસારમાં રહીને પણ સચિત્તજલાદિનો પ્રાયઃ ઉપયોગ જ કરતો નથી તેવા ષટ્યાયની વિરાધનાથી ત્રાસી જતાં શ્રાવકને જિનપૂજાદિ માટેના સ્નાનનો પણ નિષેધ કરવામાં આવ્યો છે. અસદારંભમાં જેની પ્રવૃત્તિ છે તેને તે અસદારંભથી સર્વથા નિવૃત્ત થવાનું જીવન પામવાના ઉદ્દેશથી સ્નાનાદિ સાવદ્યમાં પ્રવૃત્ત થઈને ય જિનપૂજા કરવાની છે પણ જે શ્રાવક સંસારમાં રહેવા છતાં અસદારંભથી નિવૃત્ત જ થયો છે તેને જિનપૂજાથી હવે શું કરવાનું? જિનપૂજાથી પ્રાય અસદારંભનિવૃત્તિ તો તે પામી જ ગયો છે! એટલે હવે એ વાત એકદમ સ્થિર થઈ જાય છે કે જિનપૂજા નિમિત્તક સ્નાનાદિનો અધિકારી શ્રાવક યતિ વગેરે સર્વ માણસો સર્વ વાતના અધિકારી હોઈ શકતા નથી. યતિ જીવનની ગોચરી વગેરેની ક્રિયાનો શ્રાવક અનધિકારી છે. અને તે ક્રિયા વગેરેનો અધિકારી યતિ સ્નાનાદિનો અનધિકારી બની જાય છે. બીજી એક વાત જે ખૂબ જ મહત્ત્વની છે તે પણ અહીં વિચારી લઈએ. ધર્મ અને પાપ વસ્તુતઃ તો ચિત્તના આશય ઉપર જ અવલંબે છે માણસની બાહ્યક્રિયામાત્રથી તેના ધર્મ અધર્મનો નિર્ણય કરી શકાય નહિ. પારધી જાળ બિછાવે છે. દાણા નાંખે છે. અનેક પંખીઓ આકર્ષાઈને ઊડયાં આવે છે અને ચપોચપ દાણા ખાવા લાગે છે. દૂર દૂર કોઈ ઝાડના ઓથે પારધી ઊભો રહે છે. જરાય ખખડાટ ન થાય તેની ભારે તકેદારી રાખે છે. એથી પેલાં પંખીઓ ખૂબ જ શાંતિથી અને ભારે મજેથી દાણાં ખાતાં રહે છે. એ જોઈને થોડી પણ શંકામાં પડેલા નજદીક ન આવતાં પંખીઓ પણ વિશ્વાસમાં આવી જાય છે અને તે ય ઊડ્યાં આવે છે અને દાણાં ખાવા લાગે છે. કહો આ પારધિની તમામ બાહ્યક્રિયાઓ ધર્મની ગણાય કે અધર્મની? દેખીતી રીતે તો ભારે શાંતિ જાળવીને પંખીઓને દાણાં ખવડાવતો પારધિ એક ધાર્મિક માણસ જ ગણાવો જોઈએ ને? પરંતુ હકીકત તો તેથી તદ્દન વિપરીત છે એમ સહુ સમજ શકે છે. ધારો કે આ જ વખતે એક દયાળુ માણસ ત્યાં આવે છે. એણે સાવધાન પારધિને જોતાં જ સઘળી પરિસ્થિતિ કલ્પી લીધી. એક પણ ક્ષણ ગુમાવ્યા વિના એણે દોટ મૂકી. પારધિએ એને અટકાવવા માટે હાથેથી ઘણી ચેષ્ટા કરી પણ પેલો દયાળું સેનો રોકાય? જોરથી તાળીઓ દેતો એ પહોંચી ગયો મોજથી દાણા ખાતાં