________________ વીર ! મધુરી વાણી તારી 129 જીવનમાં રમતા યતિના મનમાં જીવહિંસાનો ત્રાસ જ જોર કરી જાય. નહિ કે જિનપૂજા કરવાના સૌભાગ્યને પામ્યાનો શુભ ભાવ ઊછળવા લાગે. જે વસ્તુ કદી ન બનતી હોય તેનો સંગ જ ચમકાવે. સદા બનતી વસ્તુનો સંગ જરાય ન ચમકાવે. હવે ગૃહસ્થની વાત કરીએ. એ તો સદા આરંભ સમારંભના હિંસક પાપોમાં પડેલાં જ છે. એટલે તેમને જલના જીવની હિંસાનો ભાવ આવસે જ નહિ. એના સ્પર્શનો ત્રાસ પણ નહિ થાય. ઊલટું જિનપૂજાથી મને શુભભાવની સ્પર્શના થશે એવો શુભાનંદ જ તે વખતે ચિત્તમાં ઉછાળા મારતો રહેશે. ગૃહસ્થને જીવહિંસા સ્વાભાવિક બની છે અને શુભભાવ કદાચિત્ આવનારો છે. માટે સ્નાન કરતાં શુભભાવ જ ઉછાળા મારે. આમ યતિને સ્નાન થતી જીવહિંસા કંપાવી મૂકે છે માટે આવા પરિણામને કારણે તેને સ્નાનનો અધિકાર નથી. જ્યારે ગૃહસ્થને સ્નાનથી થનારી જિનપૂજાના શુભભાવોની યાદ મસ્તાન બનાવે છે માટે તેને સ્નાનાદિનો અધિકાર પ્રાપ્ત થાય છે. વળી આ જિનપૂજા દ્રવ્ય સ્વરૂપ છે અને ભાવસ્તવનું કારણ છે. સાથે સાથે જિનપૂજામાં દ્રવ્યસ્તવ જ પ્રધાન છે. ભાવસ્તવ તો ઓછા પ્રમાણમાં હોઈને ગૌણ છે. જ્યારે યતિનું જીવન તો ભાવસ્તવ સ્વરૂપ જ છે. એના જીવનમાં ભાવસ્તવનું જ પ્રાધાન્ય છે. દ્રવ્યસ્તવની અનુમોદનાદિ રૂપ દ્રવ્યસ્ત તો ખૂબ જ ગૌણ છે. પ્રવચન પરીક્ષામાં પૂ. ધર્મસાગરજી મહારાજે દ્રવ્યસ્વને ચાંદીની અને ભાવસ્તવને સુવર્ણની ઉફમા આપીને કહ્યું છે કે શ્રાવકની આરાધનારૂપી હાથીની આંખો સુવર્ણની છે. બાકીનો આખો હાથી ચાંદીનો છે. જ્યારે યતિની આરાધનાના હાથીની આંખો ચાંદીની છે, બાકીના આખો હાથી સુવર્ણનો છે. ટૂંકમાં જેનું જીવન ભાવસ્વમાં આરૂઢ થઈ ગયું એમને પછી ભાવસ્તવ પામવા માટેના દ્રવ્યસ્તવના જીવનની જરૂર જ રહેતી નથી. આથી જ તો સામાયિક સ્વરૂપ ભાવસ્તવમાં આરૂઢ થયેલા શ્રાવકને યતિતુલ્ય કહ્યો છે અને તેથી જ સામાયિકમાં રહેલા શ્રાવકને દ્રવ્યસ્તવાત્મક જિનપૂજા કરવાનો નિષેધ કરવામાં આવ્યો છે.