________________ વીર ! મધુરી વાણી તારી 131 પંખીઓના જૂથની પાસે. અને ઉડાડી મૂક્યાં તમામ પંખીઓને. શું આ માણસને નિર્દય ન કહેવાય! ખરેખર તે દયાળુ છે! જરૂર. ભલે દેકીતી રીતે તેની ક્રિયા પંખીઓને દાણાં નહિ ખાવવા દેવાની લાગે છે પરંતુ હકીકતમાં તો તે પંખીઓને મોતથી બચાવી રહ્યો છે માટે બેશક દયાળુ આ ઉપરથી અહીં તો એટલું જ સમજવાનું છે કે બાહ્ય ક્રિયામાત્રથી ધર્મ-અધર્મનો નિર્ણય કરી શકાય નહિ. એ જ બિલાડી પોતાના બચ્ચાને મોંમા દાંતેથી પકડીને લઈ જાય છે ત્યારે વાત્સલ્યથી મા કહેવાય છે. અને એ જ બિલાડી જ્યારે ઉંદરને દાંતમાં પકડીને લઈ જાય છે ત્યારે દયાળુ માણસ ઉંદર છોડાવવા દોટ મૂકતો બોલે છે, “ઓ ક્રૂર બિલાડી! છોડ! છોડ! બિચારા ઉંદરને!'' એક સરખી ક્રિયા છતાં ભાવનું કેટલું તારતમ્ય! અને તેથી જ બીજાઓના દર્શનમાં કેટલો ફેર પડી ગયો! છ માસના બાળકને વહાલથી ઉછાળીને મા હાથમાં લઈ રહી છે. અને ગફલતમાં બાળક નીચે પટકાઈ જાય છે. બાળક મૃત્યુ પામે છે છતાં એ માતાને કોઈ “ખુની” કહેતું નથી. અને ફૂરસ્વભાવની સાવકી માથી જો આવું કાંઈક કરે તો સહુ ત્યાં અનેક તર્કોના ઘોડા પૂરપાટ દોડાવી મૂકે છે. શસ્ત્રથી શત્રુ એક માણસને મારે છે અને ડોક્ટર પણ શસ્ત્રથી ઓપરેશન કરે છે. પણ કેસ ફેઈલ જાય છે. બે ય શસ્ત્રથી મારે છે. છતાં શત્રુને સહુ હત્યારો કહે છે. ડૉક્ટરને સહુ દયાળુ કહે છે. દરદીને મારવા છતાં દરદીના સગાવહાલાં ડોક્ટરની સેવાની જ કદર કરે છે અને એક હજાર રૂપિયા હાથમાં આપે ચે. લંડન શહેરનો એક ભરચક લત્તો છે ત્યાં બોર્ડ માર્યું છે. 'Horn please' આ સ્થાને આવતી દરેક મોટરે હોર્ન મારવો જોઈએ. એક મોટર પસાર થાય છે. બેદરકાર ડ્રાયવર હોર્ન મારતો નથી.પોલિક અટકાવીને દંડ વસુલ કરે છે. કોઈ માણસ અડફેટમાં ન આવ્યો છતાં દંડ! બીજો ડ્રાયવર જોરથી હોર્ન મારતો કાર લઈ જાય છે. છતાં એક પાગલ અડફેટમાં આવી જાય છે. કોર્ટમાં કેસ ચાલે છે. ડ્રાયવર તદ્દન નિર્દોષ છૂટી જાય છે. શાસ્ત્રકારોએ