________________
વીર ! મધુરી વાણી તારી
આપણે પૂર્વે જોયું કે મહાદેવનિરુપિત શાસ્ત્રના આદિ-મધ્ય અને અંતના (ત્રિકોટી) કોઈ પણ ભાગમાં વિરોધાભાસી વિચારનો દોષ ન હોય.
બીજી રીતે પણ શાસ્ત્રદોષોને વિચારી શકાય.
જેમ સુવર્ણની સો ટચની શુદ્ધિને જાણવા માટે કષ-છેદ અને તાપ પરીક્ષા હોય છે તેમ શાસ્ત્રની સર્વાગીણ શુદ્ધતા જાણવા માટે આવી ત્રણ પરીક્ષાઓ હોય છે. જો શાસ્ત્રમાં કોઈ પણ દોષ હોય તો તે આ ત્રણ પરીક્ષામાંથી કોઈક પણ પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ શકે નહિ.
એટલે જે શાસ્ત્ર મહાદેવનિરૂપિત હોય તે કષાદિ ત્રણેય પરીક્ષામાંથી ઉત્તીર્ણ થાય જ કેમકે તેના કોઈ પણ દોષ હોઈ શકે જ નહિ.
આવા નિર્દોષ શાસ્ત્રના નિરુપકને જ મહાદેવ કહેવાય.
અહીં એક વાત ધ્યાનમાં રાખવી કે તમામ આસ્તિક શસ્ત્રો પોતાને તો મોક્ષ માર્ગના નિરુપક જ કહેવાના અને જીવોના અજ્ઞાનતિમિરના નાશક દીપકસ્વરૂપ પણ કહેવાના જ... પરંતુ તેમના કહેવા માત્રથી તે શાસ્ત્રો “મોક્ષમાર્ગ” કે “દીપક' સ્વરૂપ સાબિત તો ન જ થઈ જાય. તે માટે તેમની કસોટી હોવી જોઈએ.
ડાકુ પોતાના સફેદ કપડા બતાડીને પોતાને શાહુકાર કહેવડાવે તેથી શું?
પિત્તળ પોતાના ચળકાટે સોનું કહેવડાવે તેથી શું? જગતમાં દરેક ચીજની પોતપોતાની આગવી રીતરસમ મુજબની કસોટી હોય છે !
દૂધની શુદ્ધિ જાણવા માટે ‘લેકટો મીટર’ની કસોટી હોય છે! ઘીની શુદ્ધિ જાણવા માટે તેજાબની કસોટી હોય છે! પેશાબની શુદ્ધિ જાણવા માટે વિવિધ રંગોની કસોટી હોય છે! સાધુજીવની પાત્રતા જાણવા માટે ગીતાર્થની વિવિધ પરીક્ષાઓ હોય છે.
સહુ પોતાને શુદ્ધ જ કહે. પણ શુદ્ધિ તો તે તે કસોટી કહે તે જ પ્રમાણભૂત ગણાય.
દરેક શાસ્ત્ર ભલેને પોતાને મોક્ષમાર્ગ સ્વરૂપ અને દીપક સ્વરૂપ કહે પણ તે શાસ્ત્ર તેવું જ છે તેવો નિશ્ચય તો તેની કષ-છેદ અને તાપની પરીક્ષા શુદ્ધિથી જ થાય.
જે શાસ્ત્ર આ ત્રણેય પરીક્ષામાંથી પસાર થઈ જાય તે જ શાસ્ત્ર મોક્ષમાર્ગસ્વરૂપ અને દીપકસવરૂપ બની શકે. બાકીના તો મોક્ષની વાતો કરીને જગતની અર્થકામની