________________
૧૧૨
વીર મધુરી વાણી તારી
રોગીએ પણ દવા નહિ જ લેવા જેવી!”
કેવું ઉપહાસજક આ વિધાન છે!
રે! જ્યારે રોગી અને નિરોગી એવા બે ચોખ્ખા વ્યક્તિ ભેદ પડી ગયા, પછી કર્તવ્ય ભેદ પડ્યા વિના રહે ખરો!
ભારતના વડાપ્રધાન હળ ન હાંક માટે ભારતના ત્રીસ કરોડ ખેડૂતોએ હળ હેઠાં મૂકી દેવા શું?
બહુમતિ હળ હાંકે માટે વડાપ્રધાને પણ હળ હાંકવામાં જ સ્વકર્તવ્યું દર્શન કરવું શું? - દરેક સ્થાનનો, દરેક પાત્રનો વિચાર કરવો જ પડશે. દરેક વ્યક્તિમાં અધિકારો જુદા છે માટે તે દરેકના કર્તવ્યો પણ જુદા જ રહેવાના.
માટે જ ગૃહસ્થ છે તેને માટે પૂર્વોક્ત દ્રવ્યસ્નાન કર્તવ્યરૂપ બનવાનું જ અને જે ગૃહત્યાગી છે તેને માટે તે જ દ્રવ્યસ્નાન અર્તવ્યરૂપ બની જવાનું.
ગૃહસ્થ અને ગૃહત્યાગી આ બે ભેદ જો સ્વીકારી લીધા તો તે ભિન્ન વ્યક્તિનો ધર્મ (કર્તવ્ય) એક જ હોવો જોઈએ તેવો આગ્રહ કદાપિ રાખી શકાય નહિ.
દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવના ભેદથી કર્તવ્યો ભિન્ન ભિન્ન થઈ જ જાય છે.
બ્રિટનમાં બારે ય માસ વુલન કાપડ પહેરવાનું ત્યાંના લોકોનું કર્તવ્ય થઈ પડયું તેથી ભારતીય લોકો પણ વૈશાખ માસના બળબળતા બપોરના સમયે પણ તેમ કરે તો?
એક વર્ષના બાળકને ધાવતો જોઈને તેનો અઢાર વર્ષનો મોટો ભાઈ માને કહે કે, “મને પણ ધવડાવ, હું ય તારો જ દીકરો છું ને?” તો...!!
રે! એક સરખા પાપ કરનારને ય પ્રાયશ્ચિત્ત જુદા જુદા આપવામાં આવે છે. પાપકારકોના ભાવોના તારતમ્યને લઈને જ તો.
અધિકારીભેદ પડે તો કર્તવ્યભેદ આપોઆપ પડી જાય. આ તો ખૂબ જ સાધી સાદી વાત છે. છતાં જિનપૂજાદિ માટે ગૃહસ્થોને પણ દ્રવ્ય સ્નાનનો કેટલાકો વડે કેમ નિષેધ કરવામાં વે છે તે સમજાતું નથી.
પ્રશ્ન- આગળ જતાં આ જ ગ્રંથકાર કહેવાના છે કે, “પાપ કરીને ધર્મ કરવાની ઈચ્છા કરતાં પાપ જ ન કરવું વધારે સારું. ભલે ધર્મ ન થાય.” કાદવથી લેપાઈને સ્નાન કરવાની ઈચ્છા રાખવા કરતાં કાદવથી ન લેવાવું જ વધુ સારું.”