SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ વીર ! મધુરી વાણી તારી ૧૧ ૧ પાડે છે. ઘી જીવાડનારું અને મારનારું. અહીં હવે એમ કહી શકાય જ નહિ કે નિરોગી માણસ ઘી ખાઈ શકે તો રોગી કેમ ન ખાય? આ તો પેલી યુવડ સ્ત્રી જેવી વાત કરી એક સ્ત્રી હતી. તે અત્યંત પતિભક્તા હતી. પતિને પણ તેની ઉપર ખૂબ જ પ્રેમ હતો. પતિભક્તા સ્ત્રી દરેક વાતમાં પતિને યાદ કરે. દરેક પ્રવૃત્તિમાં પતિને પ્રથમ સ્થાન આપે. ખાતાં પહેલાં પતિને ખવડાવે, સૂતાં પહેલાં ય પતિને સુવાડે. એક દિવસ તેનો પતિ એક સુંદર સાડી લઈ આવ્યો. તેણે કહ્યું, “આવતી કાલે આ સાડી તું પહેરવા કાઢજે.'' તરત જ પતિભક્તાબોલી ઊઠી, “ના. એ કદાપિ નહિ બને. બધી વાતમાં આજ સુધી મેં તેમને જ પહેલાં કર્યા અને હવે આ વાતમાં હું પહેલી? કદાપિ નહિ.” પતિ તો આ વાત સાંભળીને આભો જ બની ગયો. તેણે કહ્યું, “પણ આ તો સાડી છે મારાથી તે પહેરાય નહિ.” પેલી સ્ત્રી બોલી, “જાઓ ત્યારે. જે તમારાથી ન પહેરાય તે મારાથી પણ ન જ પહેરાય!'' કેવી રમૂજી વાત છે! પણ કેટલી મહત્ત્વની છે! આ વાતમાં તો સહુ તરત કહી દેશે કે સ્ત્રી એ સ્ત્રી છે, પુરુષ એ પુરુષ છે. સાડી એ એવી ચીજ છે જે સ્ત્રીથી પહેરી શકાય. પુરુષ સાડી ન પહેરે એટલે સ્ત્રીથી પણ ન પહેરાય એવું કહેનાર સ્ત્રી ખરેખર અતયત મૂર્ખ છે. અક્ષરશઃ આ જ વિચાર અહીં લાગુ થાય છે. જે ગૃહસ્થ છે તે ગૃહસ્થ છે. જે ગૃહત્યાગી છે તે ગૃહત્યાગી છે. દ્રવ્યસ્નાન ગૃહસ્થ જ કરી શકે, ગૃહત્યાગી ન જ કરી શકે. જે ગૃહત્યાગી ન કરી શકે તે ગૃહસ્થથી પણ ન જ થાય એમ કહેનારાએ ઉપરોક્ત વાત વિચારવી પડશે. રે! કોઈ રોગિષ્ટ માણસ એમ કહે કે પેલો નિરોગી માણસ દવા નથી ખાતો માટે હું પણ નહિ જ ખાઉં. જો દવા લેવા જેવી જ વસ્તુ હોય તો પેલો નિરોગી માણસ કેમ લેતો નતી? એના જેવો અલમસ્ત અને ખૂબ જ બુદ્ધિમાન માણસ દવા નથી લેતો એ ઉપરથી જ શંકા થાય છે કે દવા સારી ચીજ નહિ જ હોય. નહિ તો નિરોગી-બુદ્ધિમાન એ લીધા વિના રહે જ નહિ. હવે જો એ દવા ન લે તો મારા જેવા
SR No.008947
Book TitleVeer Madhuri Vani Tari
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size572 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy