________________
IL
૧૧૦
વીર મધુરી વાણી તારી
સફળ રીતે જોરદાર બની જાય છે.
આ તારણ ઉપર જ આપણે વિસ્તારથી આગળ વધતાં વિચાર કરીશું.
પણ જે ગૃહસ્થ નથી, જેમણે સંસારમાત્રનો ત્યાગ કરી દીધો છે તે તો સદા શુભભાવોમાં રમમાણ છે. એટલે તેમને તો જીવહિંસાદિની શક્યતાવાળા દ્રવ્યસ્નાન દ્વારા શુભભાવ તાણી લાવવાની કોઈ આવશ્યકતા જ નથી.
અશુભભમાં રમમાણ ગૃહસ્થને, શુભ ભાવને તાણી લાવીને પણ અશુભ ભાવોને દૂર કરવાની જરૂર ખરી. પરંતુ શુભભાવોમાં જ રમમાણને આવી કોઈ જરૂર ખરી?
થોડી પણ જીવહિંસાદિ પ્રવૃત્તિ વિના પણ જો શુભભાવનો પાતાળકૂવો મજેની સેર સદા માટે છોડી રહ્યો હોય તો શા માટે જીવહિંસાદિની કાયિક પ્રવૃત્તિ પણ કરવી!
એટલે જે દ્રવ્યના ગૃહસ્થ માટે શોભન બની જાય છે તે જ દ્રવ્યસ્નાન ગૃહત્યાગી માટે અશોભન બની જાય છે.
જે મલિનારંભી ગૃહસ્થ છે તેને જ પૂર્વોક્ત દ્રવ્યસ્નાન કર્તવ્યરૂપ છે, જે મલિનારંભી નથી તેવા ગૃહત્યાગીઓને માટે એ જ દ્રવ્યસ્નાન અર્તવ્યરૂપ છે.
શું કર્તવ્ય પણ અમુકને માટે જ કર્તવ્ય? જે સારું છે, કર્તવ્ય છે તે સહુ માટે કેમ સારું નહિ? કર્તવ્યરૂપ નહિ?
આવો પ્રશ્ન સહેજે થાય તેમ છે. પરંતુ તે બરોબર નથી. દરેક વસ્તુ તેના અધિકારી માટે જ “સારી” કહેવાય. એની એ જ વસ્તુ એના અનધિકારી માટે “ખરાબ” પણ કહેવાય.
જે પિત્તનો દર્દી છે તેના માટે “ગળ્યું દૂધ અમૃત ગણાય. પીવા જેવું ગણાય. પણ એથી એ દૂધ સહુ માટે પીવા જેવું સુંદર ન જ ગણાય. દમના દર્દીને કદાચ એ જ ‘ગળું દૂધ' મારનારું બને. જેવું દર્દ તેવું ઔષધ.
જે ઘી નિરોગીને પુષ્ટ કરે એ જ ઘી બે ડીગ્રીતાવવાળો મારી નાંખે.
ઘી જેવી સારામાં સારી-આયુવર્ધક ચીજ! તે વળી મારે! એકને જીવાડનારી વસ્તુ બીજાને મારનારી બને! હા જરૂર.
આમાં આશ્ચર્ય કેમ થાય છે એ જ સમજાતું નથી. એક નિરોગી છે અને બીજો તાવવાળો રોગી છે – આ ભેદથી જ ઘીમાં પણ ભેદ