________________
વીર ! મધુરી વાણી તારી
૧૧૩
બીજી એ પણ વાત કહેવાના છે કે, “પુષ્પો તોડવા નહિ, અને દેવપૂજા માટે બગીચા બનાવવા નહિ.”
તો શું આ બે આગામી વિધાનોથી એમ નક્કી નથી થઈ જતું કે મલિન આરંભોવાળા ગૃહસ્થથી પણ જિનપૂજાદિ માટે દ્રવ્યસ્નાન ન જ થાય?
ઉ.-આ વાત બરોબર નથી. કેમકે જિનપૂજાદિ માટે તો દ્રવ્યસ્નાનનો ખૂબ જ સ્પષ્ટ ઉપદેશ ઠેરઠેર કરવામાં આવ્યો છે. દ્રવ્યસ્નાનથી અને શુદ્ર વસ્ત્રથી “શુદ્ધ થવાનું આ જ શાસ્ત્રમાં અવશ્ય કહ્યું છે.
પ્રશ્ન - હશે પણ તે તો કોઈ ખાસ પ્રસંગે જ તેવી વાત કરી હશે. જિનપૂજાદિ માટે દ્રવ્યસ્નાનથી અને શુદ્ધવસ્ત્રથી “શુચિ' બનવાનું નહિ જ કહ્યું હોય.
ગૃહસ્થને ત્યાં લગ્ન વગેરેનો કોઈ પ્રસંગ હોય અને તે કારણે તે દ્રવ્યસ્નાનથી શુચિ થાય તો સાથે સાથે જિનપૂજા કરી લે.
ઉ.-ના, નિત્ય જિનપૂજા પ્રાસંગિક છે જ નહિ. આ તો નિત્ય કૃત્ય છે. ત્રિકાળ જિનપૂજાનું શાસ્ત્રમાં અનેક ઠેકાણે વિધાન આવે છે.
વળી પૂર્વે કહ્યું કે આ જ ગ્રંથકાર આગળ ઉપર કહેવાના છે કે પાપ કરીને ધર્મેચ્છા રાખવા કરતાં પાપ જ ન કરવું સારું. ઈત્યાદિ, તે વાત જરૂર બરોબર છે. આ જ ગ્રંથકાર ભગવાન આ વાત આગળ ઉપર કહેવાના છે પરંતુ “પાપ નહિ કરવાનો તે નિષેધ તો સર્વવિરતિધર-ગૃહત્યાગી-સાધુને અનુલક્ષીને કરવામાં આવ્યો છે. ત્યાં સાધુ અંગેની બાબતોનું પ્રકરણ જ ચાલે છે તેમાં આ શ્લોક આવેલો છે. માટે આ શ્લોકનો અર્થ ગૃહસ્થની બાબતમાં લગાડી શકાય નહિ.
ઉલટું, ગૃહસ્થની બાબતમાં તો કેટલીક દેખાતી સાવદ્ય (પાપવાળી) પ્રવૃત્તિના લાભોની અનુજ્ઞા કરવામાં આવી છે.
જિનપૂજા કરવાથી ગૃહસ્થને જે અપૂર્વ ભાવોલ્લાસ જાગે છે અને તેનાથી આત્મામાં ઘર કરી ગયેલી પાપવાસનાઓના ભુક્કા બોલાઈ જાય છે એ અનુભવસિદ્ધ હકીકતોને જ્ઞાની ભગવતોએ નજરમાં લઈને દ્રવ્યસ્નાન કરીને પણ તે પાપવિનાશના ભુક્કા બોલાવવાની અનુજ્ઞા કરી છે.
બેશક, દ્રવ્યસ્નાનમાં જીવહિંસા થાય છે પરંતુ એ દેહ શુદ્ધિ પછી ગૃહસ્થોને સ્વાનુભવસિદ્ધ જે ભાવોલ્લાસના પૂર આવે છે એ પાપવાસનાઓના અને પાપકર્મના વનોના વનોને મેદાન કરી નાખે છે.
જ્યાં મોટા દેત પાપકર્મનાં વનો નાશ પામી જાય ત્યાં હજી હમણાં જ શુદ્ધ