________________
| |_
૧૧૪
વીર ! મધુરી વાણી તારી
આશય સાથે-વિધિપૂર્વક અને ખૂબ જયણા સાચવીને જે જીવહિંસાનું સ્વરૂપતઃ નાનકડું પાપકર્મનું તરણું ઉગાડ્યું એનો નાશ થતાં તો શી વાર લાગે?
જ્યાં મહાવનો ઉખડી જાય ત્યાં તરણાંને ઊખડતાં શી વાર?
દ્રવ્યસ્તવના વિષયમાં “કૂપ' દૃષ્ટાંતઃ
આ જ વાતને સમજાવવા માટે શાસ્ત્રકાર ભગવંતો કુવાનું દૃષ્ટાંત આપે છે.
જ્યારે મજૂરો કૂવો ખોદતાં ખોદતાં ઊંડે જાય છે ત્યારે પ્રથમ તો થોડું થોડું પાણી જ બહાર ફૂટે છે અને તેથી કાદવ કાદવ થઈ જાય છે. પણ છતાં મજૂરો તો ઊંડે ને ઊંડે ખોદતાં જાય છે. અને તગારાં ભરી ભરીને કાદવ ઊલેચતાં જાય છે. અંતે એક વાર એકદમ પાણીની સેર જોરથી નીકળી જાય છે અને બધું પાણી પાણી થઈ જાય છે.
આ વખતે અંગ અંગને લાગેલો સઘળો કાદવ ધોવાઈ જાય છે. શુદ્ધ થઈને મજૂરો બહાર નીકળી જાય છે.
અહીં કૂવાં પાણી મેળવવા જતાં પ્રથમ તો જરાક કાદવ લાગ્યો. પણ પછી પાણીનો ધોધ છૂટતાં એ જ પાણીથી એ કાદવ ધોવાઈ ગયો. એટલું જ નહિ પણ દેહ ઉપર ચોંટેલો બીજો ય ઘણો મેલ સાફ થઈ ગયો.
જિનપૂજાના જલનું ય બરોબર આવું જ છે. પ્રથમ તો સ્વરૂપતઃ જીવહિંસાનો અલ્પ કાદવ આત્મા ઉપર લાગે છે. પણ પછી જે આનંદથી જિનપૂજા થતી જાય છે અને તેમાં ય જ્યારે પૂજક ચૈત્યવંદન સ્વરૂપ ભાવપૂજામાં બેસે છે અને અપૂર્વ મસ્તીથી પરમાત્માની જે સ્તવના કરે છે. છેવટે પ્રાર્થના સૂત્રમાં પ્રભુને હાથ જોડીને મને ભવનિર્વેદ પ્રાપ્ત થાઓ વગેરેની માંગણી કરે છે. એ બધાયમાં ઉત્તરોત્તર ભયાનક પાપકર્મોના ભુક્કા બોલતા જાય છે. દ્રવ્ય સ્નાનાદિની સ્વરૂપ જીવહિંસાનું કર્મ તો બિચારું ક્યાંય કચરાઈને સાફ થઈ જાય છે.
આ બધું ય ક્યારે બને? ગૃહસ્થનો એ અભ્યાસ પડી ગયો હોય કે સ્નાન વિના તેને ક્યાંય કશી મજા જ ન આવે તો સ્નાન વિના બની શકે ખરું? જ્યારે એને બાહ્ય ઠઠારા વિના આનંદ જ ન આવતો હોય ત્યારે પુષ્પપૂજાદિ બાહ્ય ઠાઠ સજવા વિના એ આવો અપૂર્વ આત્માનંદ પામી શકશે ખરો?
જે પતિ જાતે પોતાની પ્રિયતમાની વેણીમાં કુલ નાંખીને એનું મુખદર્શન કરીને હર્ષિત થવાને ટેવાયેલો છે અને પ્રભુના મુગટમાં કુલ કેમ ન નાંખવા દેવા? એ