________________
IL
વીર ! મધુરી વાણી તારી
ગર્ભિત છે. માત્ર પહેલો અર્થ નહિ.
આથી જ તો કાત્રિશદ્વાર્ગિશિકાગ્રંથના ટીકાકાર ઉપાધ્યાય ભગવાન યશોવિજયજી મહારાજાએ શક્તિનું જતન કરવાની મનોવૃત્તિને કાયિકપ્રવૃત્તિને રાગદ્વેષના દુર્ભાવો જેટલી જ ખતરનાક કહી છે.
રે! મહર્ષિઓ તો કહે છે કે “શક્તિ જેટલું જ પરાક્રમ ન કરો' પરંતુ શક્તિથી કાંઈક વધારે પરાક્રમ કરો. (હા... ખૂબ વધારે નહિ કે જેથી આર્તધ્યાનાદિ થવાનો પ્રસંગ ઊભો થાય.) વધુને વધુ શક્તિમાન બનવા માટે અને વધુને વધુ કષ્ટ સહવાનું જીવન ચાલુ રાખવા માટે તો શક્તિ પૂરતું જ પરાક્રમ ન કરતાં શક્તિથી થોડું વધારે પરાક્રમ આવશ્યક છે.
શક્તિની મર્યાદાના પરાક્રમમાં ખાસ સહન કરવા જેવું લાગતું નથી. અને અંતે એ પરાક્રમ સ્વભાવગત બની જઈને ઊછળતા ઉલ્લાસનું કારણ બની રહેતું નથી.
નિત્ય એકાશન કરનારને એકાશન કોઠે પડે છે. પછી એનો વિશિષ્ટ ઉલ્લાસ, નિત્યતિતિક્ષાધર્મનું સેવન વગેરે અનુભવવા મળતા નથી. આથી જ એકાશન સ્વભાવગત બનવા પૂર્વે જ એકાંતર આયંબિલ એકાશનનું પરાક્રમ અમલી બનાવી દેવાનું જરૂરી બને છે.
જેમ પૈસો પૈસાને ખેંચે છે એમ જગતમાં કહેવાય છે તેમ મુમુક્ષુઓની દુનિયામાં શક્તિ શક્તિને ખેંચે છે એમ કહી શકાય.
આવી મહત્વાકાંક્ષા સાથેનું જીવંત જીવન જીવનાર મુમુક્ષુ પોતાના વીર્યાચારના ધર્મની આરાધના કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરે છે.
એટલે હવે એક જ વાત ફલિત થાય છે કે જિનપ્રવચનમાં સામાન્યતઃ કોઈ પણ વાતની એકાંતે આજ્ઞા નથી, તેમ કોઈ પણ વાતનો એકાંતે નિષેધ પણ નથી.
જો આરાધક અત્યંત કાયર છે તપમાં, તો તે રડમસ ચહેરે નવકારશીનું પણ પ્રત્યાખ્યાન કરીને સ્વાધ્યાયાદિની પોતાની પેઢીને જોરદાર બનાવે. જો એક મુમુક્ષુ જ્ઞાનાવરણના ઘોર ઉદયવાળો છે. તો ભલે તેની સ્વાધ્યાય પ્રવૃત્તિની પેઢી મંદ ચાલે પરંતુ તે ઘોર તપને જીવનમાં આત્મસાત્ કરવા માટે તપની પેઢીનો ધીકતો ધંધો ચાલુ કરી શકે છે.
ક્યા યોગમાં પોતે ખૂબ જ સુંદર પ્રગતિ સાધી શકે તેમ છે તે તેણે શોધી કાઢવું જોઈએ, અને એ યોગને અત્યંત પ્રધાન બનાવી દેવો જોઈએ. એ સિવાયના