________________
૧૭૦
વીર ! મધુરી વાણી તારી
આત્મપરિણતિના પુષ્પોની માળા બનાવવા માટે જિનાજ્ઞાનો દોરો મેળવી લો ગીતાર્થગુરુ પાસેથી; અને પછી પરોવી લો એ દોરામાં આત્મપરિણતિના પુષ્પોની માળા.
જિનાજ્ઞાના દોરામાં ન પરોવાઈ શકે તેવી આત્મપરિણતિને ભ્રાન્ત સમજી ફગાવી દેજો, એટલી જ હિંમતથી.
જે આત્મપરિણતિ જિનાજ્ઞા પરતંત્ર હોય છે તે પરિપૂર્ણ આત્મપરિણતિ હોય છે. આત્મપરિણતિના એ બીટમાંથી ગુણનું જે પુષ્પ ખીલે છે એ સંપૂર્ણ જ ખીલે છે.
જે સંપૂર્ણ હોય છે તે સદા અમ્લાન હોય છે. વાસી થવાનું, કરમાઈ જવાનું દુર્ભાગ્ય તો જગતના પુષ્પોને જ પ્રાપ્ત થયું છે કેમકે તેમના વિનાશિધર્મને કારણે તેઓ પૂર્ણતાને પામી શકતા જ નથી.
પૂર બહારમાં ખીલી ઊઠેલું ગુલાબ પણ અપૂર્ણ છે; કરમાઈ જવાના પર્યાયની સન્મુખ થઈ ગયું છે માટે.
પૂર્ણને-પૂર્ણતાની કલ્પનાવાળાને-ટોચ ઉપર ચડીને તરત ભુસ્કો મારવાની જ તેયારી કરવાની હોય.
જિનાજ્ઞાના જળથી ખીલેલા આત્માના ગુણ-પુષ્પો પરિપૂર્ણ છે, કદી નાશ પામવાના નથી. આથી જ તેઓ સદા પ્રફુલ્લિત અને સદા સુગંધિત રહે છે.
ગુલાબનું પુષ્પ તો વિરાટ વશ્વનાં વસતા એક જીવાત્માને આનંદ બક્ષી દે પોતાની સુગંધિત આપીને.... પણ બાકીના જગતના અપાર જીવોનું શું? સાચી આત્મપરિણતિથી ઉત્પન્ન થયેલું અહિંસાનું ગુલાબ તો સમગ્ર જીવસૃષ્ટિને અભયદાનની સુગંધિ દે. પૂર્ણ જગતને સુગંધીનું દાન કરે તે પૂર્ણ કહેવાય. અપૂર્ણ જગતને દાન દઈ શકનાર અપૂર્ણ કહેવાય. આઠ આત્મપરિણતિના અહિંસાદિ આઠ પુષ્પો પૂર્ણ છે, જગડ્યાપી છે માટે જ સ્વયં પરિપૂર્ણ છે.
જે સ્વયં પરિપૂર્ણ છે એ કદીકરમાતા નથી. બીજાના જીવનને કરમાવે તે જ પોતે કરમાય. સહુના જીવનને ખીલવતું અહિંસાપુષ્પ સ્વયં સદા ખીલેલું જ રહે છે.
જે સદા ખીલેલું છે અને સદા સુગંધિત રહે છે. કેમકે એનો સ્વભાવ સુગંધનું ઉત્પાદન કરતાં જ રહેવાનો છે. સદા જીવતું પુષ્પ સદા સ્વભાવને આધીન જ હોય
ને ?