SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ વીર ! મધુરી વાણી તારી ૧૬૯ તન્દ્રામાં દેવી આકૃતિ જોઈને ભગવર્શનની કલ્પનાના સુખદ ભ્રમમાં રાચનારાઓનો ઘણાં જીવે છે આ જગતમાં. સહુ પોતાના ગીતો ગાય છે. સહુને આત્માની વાતો કરવી છે. પણ ભ્રાન્તિનું ભાન કરવા કોઈ તૈયાર નથી. જિનદર્શનને પામેલા આત્માઓ આવા કોઈ ભ્રાંત-દર્શનમાં ફસાઈ ન પડે તે માટે તેમણે જિનાજ્ઞાસ્વરૂપ શસ્ત્રવચનનો તાળો સદા મેળવતા રહેવું જોઈએ. જિનાજ્ઞા મનાઈ કરે છે વીતરાગના સ્વપ્નદર્શનની! તો તેવા કોઈ દર્શનને બેધડક ભ્રાન્ત માની લેવું. ફગાવી દેવું. એ વાતને ત્યાં જ દાટી દેવી. જે આત્માનુભૂતિનો તાળો જિનાજ્ઞા સાથે ન મળે તે આત્માનુભૂતિની વાત પણ કોઈને કરવી નહિ. જે આત્મપરિણતિ જિનાજ્ઞા સાતે મેળ ખાતી ન હોય તેને વહેલી તકે ફગાવી દેવી; જીવનની સર્વ પળોમાંથી. એકાકી વિહારની શુદ્ધ નિર્દોષ ગોચરીની અહિંસાની પરિણતિ એ અહિંસા નથી, જિનાજ્ઞા સાથે મેળ નથી ખાતી માટે જ તો. નાસ્યા જતાજીવોની પાછળ દોડયા આવતા પારધિને સાચો રસ્તો બતાડી દેવાની સત્યની પરિણતિ એ સત્ય જ નથી. જિનાજ્ઞા સાથે એ પરિણતિ બંધબેસતી આવતી નથી માટે જ તો. આ રીતે બાકીના મહાવ્રતો વગેરેની પરિણતિમાં પણ સમજી લેવું. આથી જ જિનાજ્ઞાથી એક પળ પણ દૂર ન રહી શકાય. જિનાજ્ઞાને સમજાવનારા ગીતાર્થ ગુરુના પડછાયામાં જ સદેવ રહેવું જોઈએ. નહિ તો પેલા નંદ મણિયાર જેવું થાય; જેણે પોતે માનેલી દયાની પરિણતિમાં મુશ્તાક રહીને જિનાજ્ઞા બાહ્ય જીવન જીવી નાંખ્યું. મૃત્યુ બગાડી નાંખ્યું. મહાવ્રતોની પરિણતિને આરાધવાની ઈચ્છાવાળો મુમુક્ષુ જરાક આઘોપાછો થાય તો ભ્રાન્ત આત્મપરિણતિનો ભોગ બની જાય. ભ્રાન્તિના એ કાળા પંથેથી કરી એને પાછો બોલાવી લેનાર ન મળ્યો તો અનંત સંસારની અગાધ ખીણમાં એ ફેંકાઈ જાય. આત્માની અસત્ય પરિણતિમાં સત્યની ભ્રાન્તિ ન થઈ જાય તે માટે જિનાજ્ઞાને સાથે રાખવી જોઈએ.
SR No.008947
Book TitleVeer Madhuri Vani Tari
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size572 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy