________________
વીર ! મધુરી વાણી તારી
અહીં બાહ્ય જગતના વન-ઉપવન કે નિકુંજો તરફ જવાનું નથી; ગુલાબના કાંટાને અડવાનું નથી, ચમ્પાના કુલ ચૂંટવાના નથી આ પૂજામાં તો અંદર ચાલ્યા જવાનું છે. સાવ અંદર.
મકાનની, ઓરડાની, ભોંયરાની રે! દેહની પણ અંદર ચાલ્યા જવાનું છે. આત્માના અનંત સ્વભાવોદધિના સાગરના અગાધ ઊંડાણે જઈને પલાંઠી મારીને બેસી જવાનું છે.
બધું ય ખોઈ નાંખે તે જ આ આઠ પુષ્પોને પામે છે. બધું ય વીસરી જાય તે જ આ આઠ પુ,પોને સ્મરણમાં સદા અંકિત કરી શકે છે.
બહારથી સાવ ભિખારી અને સાવ શૂન્યમનસ્ક બન્યા વિના આ આઠ પુષ્પોની મલિકી પામી શકાતી જ નથી. એની તબિયત સુગંધથી મન ભરી શકાતું નથી.
પરંતુ એક વાત છે. કર્મના નાગપાશમાં જકડાયેલો દરેક માનવ ભ્રમિત થયેલો
જ્યાં એણે રજૂનું દર્શન કર્યું ત્યાં સર્પની જ શક્યતા એના ભાનમાં ઉપસી આવે છે.
જ્યાં એણે નિર્મળ નીર જોયાં ત્યાં ઝાંઝવાનાં જળ જ ઘોડા પૂરે દોડતાં હોય છે. જેની સ્થૂલ આંખો અતિશૂલ વિરાટના દર્શનમાં ય ભરમાઈ જવાને જ ટેવાયેલી છે તે માણસો અતીન્દ્રિય આત્માના વિષયમાં ભરમાઈ જાય એ તો અત્યંત શક્ય હકીકત છે.
કશી જ સાધના ન છતાં પોતાને સાધક મનાવી કહેનારાની દૂનીયા જરા ય નાનીસૂની નથી!
પાપના પંથે દોડયા જવા છતાં એ પંથને ધર્મ પંથ માનીને ધાર્મિક કહેવડાવનારાઓનો જગતમાં તોટો નથી. અનંતકાર્યની હિંસાનું ભોજન કરવા છતાં એ ભોજનને નિર્જીવ માનનારા ભ્રાન્ત કામલી તાપસો તો ચોમેર ઊભરાયા છે.
નિરાકાર આત્માના સાક્ષાત્કારના ભ્રમમાં અટવાયેલાઓના આશ્રમો પ્રાંતપ્રાંતમાં ઊભા થઈ ગયા છે.
સરાગી દેવોમાં વીતરાગતાના ભ્રમવાળા આત્માઓ તો કરોડોની સંખ્યામાં અળસિયાની જેમ ઊભરાયા છે.