________________
વીર ! મધુરી વાણી તારી
રાગભાવ એ પણ આત્માની અશુદ્ધિ જ છે. એટલે જ વ્યવહારદૃષ્ટિથી આ પૂજનને શુભપૂજન કહી શકાય.
૧૬૭
જ્યાં શુભ પદાર્થોના રાગથી ઉત્પન્ન થતું શુભ પૂજન છે ત્યાં પ્રાધાન્યથી પુણ્યકર્મનો બંધ જ થાય. પરંતુ પાપકર્મોના વિનાશ ન થાય. આવો શુભ પુણ્યબંધ પૂજકને દેવલોકાદિ સદ્ગતિઓ જ આપે. મુક્તિ તો પુણ્યના પણ વિનાશથી ઉત્પન્ન થતો આત્માનો પરિણામ છે.
આ જ હેતુથી તો સરાગ-સંયમ પાળતાં યતિ દેવગતિને જ પ્રાપ્ત કરે. તેમના સંયમથી તો અવશ્ય કર્મક્ષય થાય પરંતુ તે સંયમ ધર્મ ઉપરના, દેવાદિ ઉ૫૨નો તેમનો નિબિડ રાગ પુણ્યકર્મનો જ બંધ કરે.
જે જિનપૂજકો અને સંયમીઓ આ રીતે શુભભાવની પ્રાપ્તિના એક માત્ર ઉદ્દેશથી જિનપૂજન કે સંયમ ધર્મનું પાલન કરે તેઓ પુણ્યકર્મના ઉદયે દેવગતિ જરૂર પામે પરંતુ ત્યાં ક્યાંય આસક્ત ન થવાના કારણે તેઓ પુણ્યના ભોગવટા દ્વારા પુણ્યકર્મનો નાશ કરાવનું જ કામ કરે છે. એથી ભાવીમાં જે મનુષ્યાદિ સુંદર ગતિ મળે છે તેમાં વિશિષ્ટ શુભભાવ પામીને વીતરાગ-સંયમની પ્રાપ્તિ કરી લઈને સર્વ પુણ્ય-પાપકર્મનો ક્ષય કરીને મુક્તિપદ પામે છે.
પરંતુ જે પૂજકો શુભભાવના ઉદ્દેશથી પૂજન કરતા નથી બલ્કે સાંસારિક હેતુઓના અશુભ ઉદ્દેશથી પ્રતિમાપૂજન કરે છે તેઓ પણ તે પૂજનના પ્રભાવે દેવાદિ ગતિ જરૂર પામે છે પરંતુ ત્યાં આસક્ત થઈને વિપુલ પાપકર્મોનો બંધ કરે છે. જેના પરિણામ સ્વરૂપે નિગોદાદિ અધમગતિઓમાં પણ ચાલ્યા જવું પડે છે.
આથી જ પ્રતિમાપૂજન વગેરે તમામ ધર્મો તે જ વસ્તુતઃ ધર્મસ્વરૂપ કહ્યા છે જેની આરાધના પાછળ મુક્તિપદની પ્રાપ્તિભવનિર્વેદની પ્રાપ્તિ-સિવાય બીજો કોઈ મિલન આશય (અશુભભાવ) જીવતો જ ન હોય.
આપણે અહીં તેવા જ અશુદ્ધ-અષ્ટપુષ્પી પૂજનનો વિમર્શ કર્યો છે જેમાં પૂજકના અંતરમાં મુક્તિપ્રાપ્તિનો શુભભાવ ઊછાળા મારી રહ્યો છે.
હવે શુદ્ધ-અષ્ટપુષ્પી પૂજનનો વિચાર કરીએ.
શુદ્ધ અષ્ટપુષ્પી પૂજા :
આત્માની પોતાની પરિણતિમાંથી ઉત્પન્ન થતાં આઠ ભાવપુષ્પોથી પરમાત્માની જે પૂજા કરવામાં આવે તે શુદ્ધ-અષ્ટપુષ્પી પૂજા કહેવાય છે.