SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ વીર ! મધુરી વાણી તારી ૧૭૧ આત્મપરિણતિના આઠ પુષ્પો અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, ગુરુભક્તિ, જ્ઞાન અને તપ શુદ્ધ અષ્ટપુષ્પી પૂજાના આ આઠ પુષ્પો છે. જિનાજ્ઞાનવિધ્ધ આ આઠ આત્મ-પરિણતિઓ છે. અહિંસા: પહેલું પુષ્પ પ્રમાદને કારણે થતી પ્રાણની હિંસાનો અભાવ તે અહિંસા. સ્થૂલ અપ્રમત્તભાવ સાથે સાવધાની પૂર્વકની જિનપૂજાદિની હિંસા તે હિંસા જ નથી. અને હિંસા ન થવા છતાં પ્રમાદ સાથે ચાલવાની ક્રિયા પમ હિંસા છે. વસ્તુતઃ જીવનો પ્રમાદભાવ એ જ હિંસા છે. અને જીવનો અપ્રમત્તભાવ તે જ અહિંસા છે. જે હિંસાથી દુર્ગતિ મળે તે જ હિંસા, હિંસા છે. સદ્ગતિનું દાન કરતી લઘુત્તરાદિ જિનાજ્ઞાગર્ભિત હિંસાએ વસ્તુતઃ અહિંસા જ છે. જ્યાં જિનાજ્ઞાનું અમૃતબિંદુ પડે છે ત્યાં હિંસાનું ઝેર નિર્બળ બની જાય છે. જ્યાં જિનાજ્ઞાનું અમૃતજળ છંટાતું નથી ત્યાંની અહિંસાનું ઉપવન ઊભું ને ઊભું સુકાઈ જાય છે. આ રીતે જિનાજ્ઞાની મહત્તા દરેક આંતરપુષ્પમાં લગાડી દેવી સત્ય : બીજું પુષ્પઃ આત્મ એ જ સત્ છે. આત્માના માટે જે કોી હિતકર વચન-જગતની દૃષ્ટિએ સાચું કે જૂઠું - તે બધું ય સત્ય જ છે. અને આત્માને નુકશાન પહોંચાડનારી સઘળી સાચી-ખોટી ભાષા અસત્ય છે. આથી જ તો ક્રોધ, લોભ, ભય કે હાસ્યથી બોલાતું સાચું પણ વચન મૃષાવચન કહેવાય છે. ધૂળના ભેળને કારણે નિર્મળ પણ જળ મલિન કહેવાય છે તેમ. અસ્તેય ઃ ત્રીજું પુષ્પ : ચોરી ચાર જાતની છે. (૧) તીર્થકરની આજ્ઞા બહારની ચીજ-એનો માલિક
SR No.008947
Book TitleVeer Madhuri Vani Tari
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size572 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy