SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ વીર ! મધુરી વાણી તારી ફરી રહી છે એવી વૈજ્ઞાનિકોના મસ્તિષ્કની શોધખોળ અમને અપ્રત્યક્ષ હોવા માત્રથીઅમે બેધડક ઈન્કારીએ તો કશો જ વાંધો નથી ને ? ૬૮ ચંદ્ર ઉપર રશિયાના રોકેટ જઈને રશિયન ધ્વજ ખોડી દીધાની રશિયન વૈજ્ઞાનિકોની જાહેરાતને વધાવી લેનારા બધા નામદારોને બેવકૂફ કહેવામાં અમારી સામે કોઈ ઘરણું તો નહિ કરે ને ? એ વાત તો સુવિદિત છે કેકેરીના રસની પારખ જીભ જ કરી શકે પણ હવે અમે કદાચ કાનથી રસની પારખ કેમ ન થાય ? એવો આગ્રહ રાખીએ તો મહાન સંશોધન કે અપૂર્વ ચિંતક તરીકેનું આ વર્ષના ભારતરત્ન કે છેવટે ‘પદ્મશ્રી’નાં ખિતાબની રાષ્ટ્રપતિશ્રી અમને નવાજેશ કરશે જ ને? ગુલાબની ગંધ ચક્ષુશિન્દ્રિયથી, અને પતંગીઆનઈ પાંખોના સુંદર રંગોનું દર્શન શ્રીત્રેન્દ્રિયથી કેમ ન થાય? જે વસ્તુ જે ઈન્દ્રિયનો વિષય ન હોય તે જ ઈન્દ્રિયથી તે વસ્તુનું પ્રત્યક્ષ થવું જ જોઈએ એવો આગ્રહ પછી તો શા માટે બેવકૂફીભર્યો ગણવો જોઈએ. જો સ્વર્ગ મોક્ષ વગેરે વસ્તુઓ પાંચે ય ઈન્દ્રિયનો વિષય ન હોવા છતાં તેમનું તે ઈન્દ્રિયોથી પ્રત્યક્ષ થવાનો આગ્રહ રાખનાર બેવકૂફનો રદાર ન ગણાતા બુદ્ધિમંતોમાં શિરદાર ગણાતો હોય તો! ન્યાય તો બે ય સ્થાને તુલ્ય હોવો જોઈએ!!! જ્યારે સ્વર્ગાદિ પદાર્થો અતીન્દ્રિય (ઈન્દ્રિયોથી અઘણ્ય) જ છે તારે તે સ્વર્ગાદિ પ્રત્યક્ષ (ઈન્દ્રિયગમ્ય) થાય તો જ માનવા એ આગ્રહ કેટલો બધો બેઢંગો અને બેવકૂફીભર્યો છે! છતાં આશ્ચર્યની વાત તો એ છે કે અપ્રત્યક્ષ પદાથો૪ માટે પ્રત્યક્ષનો આગ્રહ રાખનારા માણસોના આજે મૂલ્ય વધ્યા છે. આવા માણસો ‘ચિંતક’ કહેવાય છે. અને અપ્રત્યક્ષ પદાર્થના પ્રત્યક્ષનો આગ્રહ ન રાખનારા માણસોને ‘ધર્માન્ધ’ ‘રૂઢિચુસ્ત’ ‘વેદિયા’ કે ‘ચૌદમી સદીના જૂનવાણી' કહેવામાં આવે છે. ખેર, શાસ્ત્રની સાચી સૂઝવાળાઓને તો વર્તમાન પરિસ્થિતિનુ જરા ય આશ્ચર્ય થતું નથી. કેમ કે ભોગસિકતાની ટોચે પહોંચેલો આજનો સમાજ પોતાના ભોગજીવનનો ત્યાગ કરવાની વાતો કહેનાર શાસ્ત્રોને, શાસ્ત્રોનાં પાઠકોને - તિરસ્કારી નાંકે એમાં આશ્ચર્ય શું? મોક્ષ જેવું પરમપદ અને સ્વર્ગાદિ જેવા પરલોક હોય તો જ ભોગ-ત્યાગના ધર્મની જરૂર છે એટલે જેમને ભોગ-ત્યાગ કરવો જ નથી એ લોકો તો એ સ્વર્ગ
SR No.008947
Book TitleVeer Madhuri Vani Tari
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size572 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy