SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ વીર ! મધુરી વાણી તારી મોક્ષની કલ્પનાને ધુત્કારી જ નાંખે ને? એ સિવાય ભોગના પાપમય જીવનની રક્ષા કરવા માટે એમની પાસે બીજો કોઈ રસ્તો જ નથી. ગમે તેમ હો. જે હકીકત છે તે હકીકત જ રહેશે. મોતના ભયથી ફફડતો ઉંદર આંખો મીંચી દે એટલે તરાપ મારવા તૈયાર થઈને ઊભેલો રાની બિલાડો ત્યાં છે જ નહિ એવું તો તેના માટે શી રીતે બને? ખરીદી કરવા નીકળેલા માણસના ખિસ્સામાં પૈસા ન હોય તેની કાંઈ દુકાનમાં માલનો અભાવ થઈ જતો નતી. ભયથી ફફડતો કે બેવકૂફીભરી હિંમતવાળો કોઈ માણસ કાળા ભોરીગને જોઈને પણ તેનો ઈન્કાર કરી દે કે તેને દોરડું જ માનીને ઊંચકી લે તેથી ભોરીંગ કાંઈ ભોરીંગ મટી ન જાય! એ કાંઈ એનો પરચો બતાવ્યા વિના ન જ રહે! એ કાંઈ દોરડું બની ન જાય! સ્વ૪-મોક્ષના અતીન્દ્રિય પદાર્થોનું પણ આવું જ છે. ભોગરસિક આત્માઓ એ જ પદાર્થોને ન માનવા માટે પ્રત્યક્ષ પ્રમાણ માગે અને તે પ્રમાણથી ન મળે એટલે તેનો ઈન્કાર કરવાનો બાલિશ પ્રયત્ન કરે તેટલા માત્રથી તે પદાર્થોનું અસ્તિત્વ મટી જતું નથી. અંધાને અગ્નિ ન દેખાય એટલે તેની સામે રહેલો અગ્નિ ધૂળ બનીને ધરતી ઉપર ઢળી પડતો નથી. દેખતો માણસ આંખ મીંચીને ચાલે કે અંધકારમાં ચાલે તો ય સામે આવતાં થાંભલે અથડાઈને કુટાવાનો જ. ભલે ને ત્યાં તેણે થાંભલાનું અસ્તિત્વ માન્યું જ ન હોય; અને જો અસ્તિત્વ હોય તો આંખો મીંચનારને કે અંધકારમાં પણ ચાલનારને તે થાંભલો દેખાવવો જ જોઈએ એવી જોરદાર માગણી ભલે ને કરી હોય! સ્વર્ગ છે નરક છે, મોક્ષ છે. શાસ્ત્રમાં જે કાંઈ કહ્યું છે તે બધું જ છે, છે, ને છે જ. એટલા જ માટે કે આ શાસ્ત્ર વીતરાગોનું છે, સર્વજ્ઞોનું છે. ટૂંકમાં આપ્તપુરુષનું બનાવેલું છે માટે એના વિધાનોની પ્રામાણિકતામાં લેશમાત્ર પણ શંકાને સ્થાન નથી. અસત્ય કોણ બોલે? રાગી, દ્વેષી કે અજ્ઞાની! જે વીતરાગ છે; વીતદ્વેષ છે અને જે સર્વજ્ઞ (વીતમોહી) છે તેમના નિરુપણમાં અસત્યને કોઈ અવકાશ જ નથી.
SR No.008947
Book TitleVeer Madhuri Vani Tari
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size572 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy