________________
| |_
૧૯૨
વીર મધુરી વાણી તારી
વિવેચના: દ્રવ્ય અગ્નિકારકિાનું સ્વરૂપઃ
સદ્ધર્મને નહિ પામેલા લોકો પૂજા કર્યા બાદ અગ્નિકારિકા (યજ્ઞ) કરે છે.
આપણે સાચું પૂજન શું તે સમજ્યા, હવે વાસ્તવ અગ્નિકારિકા કોને કહેવાય તે જોઈએ.
અહીં એક વાત ખ્યાલમાં રાખવી કે આ વિચાર સંસારત્યાગી આત્માઓને અનુલક્ષીને આપણે કરવાનો છે. જેમણે સંસાર ત્યાગ્યો, ભગવા ધારણ કર્યા તે દીક્ષિત લોકો લૌકિક અગ્નિકારિકા કરતા હોય તો તે બરોબર છે કે નહિ? વસ્તુતઃ લોક ભાવનાનો ત્યાગ કર્યા પછી લોકિક અગ્નિકારિકા ઉચિત ગણાય નહિ. એવા ત્યાગી આત્માઓએ તો લોકોત્તર અગ્નિકારિકા જ કરવી જોઈએ.
આ લોકોત્તર અગ્નિકારિકા કેવી હોય તે આપણે જોઈએ. અગ્નિકારિકામાં મુખ્યત્વે ત્રણ વસ્તુ જોઈએ.
(૧) અગ્નિ (૨) ઈન્ધન (૩) આહૂતિ.
લોકિક અગ્નિકારિકામાં– (૧) ભડકે બળતો અગ્નિ હોય છે, (૨) લાકડાં વગેરેનું ઈન્જન હોય છે અને (૩) ઘી વગેરેની આહૂતિ હોય છે.
લોકોત્તર અગ્નિકારિકામાં (૧) ધર્મધ્યાનનો અગ્નિ હોય. (૨) કર્મનું ઈન્ધન હોય. (૩) સદ્ભાવનાની આહૂતિ હોય.
ધર્મ-શુક્લ ધ્યાનનો એક જ અગ્નિ એવો છે જે કર્મના ઈન્ધનને ઊભા ને ઊભા સળગાવી શકે. જગતમાં સળગાવી મારવા જેવી ચીજ જો કોઈ હોય તો તે માત્ર કર્મનું ઈન્જન છે. અને એને સળગાવી શકનાર જો કોઈ અગ્નિ હોય તો તે માત્ર ધ્યાનાગ્નિ છે. એની સાથે સાથે એ વાત પણ સમજી લેવી જોઈએ કે ધ્યાનાગ્નિને વારંવાર ભડકે જલતો રાખવા માટે આહૂતિ પણ જઈએ. એવી કોઈ જગતમાં આહૂતિ હોય તો તે માત્ર સદ્ભાવના છે. અનિત્યાદિ ભાવનાઓનું આગ-બળ :
બુઝાતા અગ્નિને ભડકો દે અને ભડકે જલતા અગ્નિની વાળાને આસમાને અંબાવી દે એવી આહૂતિ સદ્ભાવનાઓની છે. ધર્માદિનું ધ્યાન એ ભાવ છે. જ્યારે અનિત્યાદિ ભાવના છે..