________________
વીર ! મધુરી વાણી તારી
વીતરાગના આભૂષણોમાં સાગ વીતરાગની કલ્પના કરનારાઓને તો વીતરાગમાં જડતાના ભાવની સૂચક પ્રતિમાની જ જરૂર નથી! શા માટે પ્રતિમાનો પણ આગ્રહ રાખે છે એ જ સમજાતું નથી.
૧૬૦
કેટલાકોને દુઃખે છે પેટ અને પછી ફૂટે છે માથું... પેટ કુટી શકાય એવી ચીજ નથી માટે.
પણ તેથી બીજા શું કરે! અસ્તુ મૂળ વાત ઉપર આવી જઈએ.
આઠ કર્મોના નાશકને અષ્ટપુષ્પી પૂજન ઃ
આત્માના વિશુદ્ધ સ્વરૂપનું તિરોધાન કરનારા જ્ઞાનાવરણીયાદિ આઠ કર્માવરણો છે. આ આઠ કર્મોને બે વિભાગમાં વહેંચી શકાય. ઘાતી કર્મો અને અઘાતી કર્મો
જ્યારે અન્તરાત્મા પરમાત્મપદ પ્રાપ્ત કરે છે ત્યારે તે ચાર ઘાતીકર્મોનાં તો મૂળિયાં જ ઊખેડી નાંખે છે. એનો એક નાનકડો પણ સ્કંધ પોતાના આત્મપ્રદેશ ઉપર રહેવાં દેતાં નથી. જ્યારે બાકીના ચાર અઘાતી કર્મોના સ્કન્ધો તો હજી આત્મા ઉપર ચોંટી રહે છે.
પરંતુ આ કર્મો પણ બાળી નાંખેલા દોરડાની બની ગયેલી રાખ સમા થઈ ગયા હોય છે. હવે એમનામાં કોઈ તાકાત હોતી નથી. ઘાતીકર્મોના સંબંધમાં જ અઘાતીકર્મો પણ પોતાના ભયંકર પરાક્રમોને દાખવી શકે. અઘાતીકર્મોના પગ જ એ ઘાતીકર્મો છે. પગ કપાઈ જતાં અપંગ બનેલા અઘાતી કર્મો તો માત્ર પોતાનું જીવન જ પૂરું કરવા જીવતાં હોય છે. મરવાના વાંકે જ જીવન જીવતાં હોય છે.
અઘાતીકર્મ સ્વરૂપ ઃ
આયુષ્યકર્મ પૂર્ણ થતાં જ બાકીના ત્રણે ય અઘાતીકર્મોના સ્કન્ધો ખરી પડે છે. આમ ઘાતીકર્મોના નાશથી જીવનમુક્ત દશાને પામેલા વીતરાગ કેવલી ભગવાન હવે વિદેહમુક્ત દશાની સિદ્ધાવસ્થા પ્રાપ્ત કરે છે.
આ આઠે ય કર્માવરણોના તોફાનો સંપૂર્ણથઃ નષ્ટ થાય છે અને આત્માનાં અનંતજ્ઞાન આદિ આઠ ગુણો પ્રગટ થાય છે.
બીજી રીતે ચાર ગુણો પણ કહી શકાય. અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ અને અનંતવીર્ય. આઠ પુષ્પોની પૂજા પાછળ પૂજ્યની આઠ અપાયોની નાશકતા કારણ છે. ચાર પુષ્પોની પૂજા પાછળ એ પૂજ્યોના ઉક્ત ચારગુણોનો પ્રાદુર્ભાવ કારણ છે.