________________
વીર ! મધુરી વાણી તારી
૧૬ ૧
આઠ અપાયોની મુક્તિને ધ્યાનમાં લેતો પૂજક, પૂજ્યને આઠ પુષ્પો ચડાવે છે. જ્યારે પ્રગટ થયેલા અનંત ચતુષ્ટયને ધ્યાનમાં લઈને પૂજક ચાર પુષ્પો ચડાવે છે.
આઠ અપાયથી મુક્ત થયેલા, તે મુક્તિના કારણે અનંત ચતુષ્ટયના સ્વામી બનેલા પરમાત્મા-દેવાધિદેવની જે પુષ્પપૂજા કરવામાં આવે છે તેને અશુદ્ધ અષ્ટપુષ્પી પુષ્પપૂજા કહેવાય છે. ભલે પછી તે પુષ્પપૂજા ચાર પુષ્પની હોય કે ચારસો પુષ્પની હોય. કેમકે “અલ્પપુષ્પી” શબ્દ પુષ્પપૂજામાં રૂઢ બની ગયો છે. મુક્તાત્મા ગુણસંપન્ન બને; ગુણવિહોણા નહિ. સંખ્યામત ખંડનઃ
પ્રશ્ન : આઠ અપાયથી મુક્ત થયેલા દેવાધિદેવની કરાતી પુષ્પપૂજા એ અશુદ્ધ અષ્ટપુષ્મી પૂજા કહો.. શા માટે ‘આઠ અપાયથી મુક્તિ મેળવીને ચાર ગુણથી સંપન્ન બનેલા ઈત્યાદિ કહો છો?
સાંખ્યમતના ખંડનના ઉદ્દેશને નજરમાં રાખીને આમ કહેવામાં આવ્યું છે. તેઓ એમ માને છે કે પ્રકૃતિ સાથેનો પુરુષનો અનાદિસંબંધ જ્યારે દૂર થઈ જાય ત્યારે પુરુષનો મોક્ષ થયો કહેવાય. પરંતુ તે વખતે પ્રકૃતિના ગુણસ્વરૂપ જ્ઞાનો પણ પ્રકૃતિગુણીના જવાથી પુરુષમાં અભાવ થઈ જાય. શરીર અને મનનો અભાવ થતાં પુરુષમાં વીર્યનો અભાવ થાય. અને ઘટપટાદિ વિષયોમાં પ્રતિબિંબનો અભાવ થઈ જતાં પુરુષમાં સુખનો પણ અભાવ થઈ જાય. આમ મુક્ત પુરુષમાં જ્ઞાન, વીર્ય, અને સુખનો અભાવ થઈ જાય છે.
આ મંતવ્યનું ખંડન સૂચિત કરવા માટે અહીં કહ્યું કે અષ્ટકર્મમુક્તિ થવાથી તે પરમાત્મામાં અનંત જ્ઞાન દર્શન વીર્ય અને સુખ સ્વરૂપ ચાર ગુણો પ્રગટ થઈ જાય
આ જ્ઞાન-દર્શનાદિ ચારેયના જે કર્માવરણો છે તેમનો નાશ થયા પછી જ તે ચાર ગુણો પ્રગટ થઈ શકે.
પ્ર. જો આ રીતે આવરણના ક્ષયે ગુણ પ્રગટ થતાં હોય તો તો મતિજ્ઞાનાવરણાદિ પાંચ આવરણોનો ક્ષય થતાં કેવળજ્ઞાનીને મતિજ્ઞાન વગેરે પાંચ ગુણો પ્રગટ થવાની આપત્તિ આવશે. હકીકતમાં તો પાંચ આવરણોનો ક્ષય થતાં એક જ કેવળજ્ઞાન ગુણ પ્રગટ થાય છે.
ઉ. : નહિ મતિજ્ઞાનાવરણાદિ પાંચ આવરણોના ક્ષયે મતિજ્ઞાનાદિ પાંચે ગુણ પ્રગટ તો થાય જ છે પરંતુ મતિજ્ઞાનાદિ ચાર ગુણોથી જ જોય પદાર્થો જાણી શકાય