________________
વીર ! મધુરી વાણી તારી
૧૬૩
છે' એમ જાણતા હતા છતાં ભાવમાં પણ મારી આ આચરણાનું આલંબન અનર્થ કરશે એમ સમજીને.
મારા સાધુઓ “ઉનાળામાં તળાવના પાણી અચિત્ત હોય છે” એવી કલ્પના કરીને ઘડા ભરી લે. આવું ન બની જાય તે માટે તેમણે તે પાણીની અનુજ્ઞા કરી ન હતી.
આ ઉપરથી સાબિત થાય છે કે પરમાત્માની આચરણાનું આલંબન આપણે – સરાગ સંયમી પણ લઈ શકીએ છીએ. જો આવું આલંબન લઈ જ શકાતું ન હોત તો પરમાત્મા પોતે નિઃશંક તળાવનું પાણી વાપરવાની અનુજ્ઞા કરી દેત.
એટલે પ્રસ્તુતમાં પણ જો પ્રતિમામાં કેવલ્યાવસ્થાની કલ્પના કરીને પઅ સ્નાનાદિ કરી શકાતા હોય તો સરાગ સંયમીના પણ સ્નાનાદિ દ્વારા પૂજન કરવાની આપત્તિ અવશ્ય આવશે.
ઉ. પક્ષ-તમારી વાત સાચી છે પરંતુ આ બિમ્બકલ્પ છે એ પોતે તદ્દન સ્વતંત્ર છે. એની વાતોનો આ રીતે વિચાર થઈ શકે નહિ.
આપણે પૂર્વે જ વિચારી ગયા કે ભાવ-અરિહંત તરફનો જે વર્તાવ હોય તે જ – તેવો જ – વર્તાવ સ્થાપના-અરહિંત પ્રત્યે હોવો જોઈએ એવો નિયમ નથી.
આથી જ ગોતમાદિ ગણધર ભગવંતો પરમાત્મા મહાવીરદેવની પાસે જ રહેતા હતા પરંતુ તેથી તેઓ મહાવીરદેવના સ્થાપનાનિક્ષેપસ્વરૂપ મૂર્તિવાળા મંદિરમાં ય ન રહી શકે. મુનિઓને જિનમંદિરમાં રહેવાનો નિષેધ કર્યો છે. શાસ્ત્રમાં કહ્યું છે કે પરમાત્મભક્તિ નિમિત્તે શ્રાવકોએ બનાવેલું જિનમંદિર બેશક સાધુનિમિત્તે ન હોવાથી આધાકર્મ દોષથી મુક્ત છે છતાં સાધુના જિનમંદિરમાં રહેવાથી પરમાત્માની કારમી આશાતના થાય છે. માટે જિનમંદિરમાં ન રહેવું એ જ પરમાત્માની ભક્તિ છે,
એક તો શરીર એટલે દુર્ગન્ધભર્યા પસીના; મળ, મુત્ર, વગેરેની ધરખમ નિકાશ સતત કરતું જ રહેતું કારખાનું. વળી ઊર્ધ્વડકાર અને વાછૂટ દ્વારા બે ય બાજુથી દુર્ગધ વાયુનું અપસરણ તો ચાલુ જ હોય.
ગૃહસ્થો તો સ્નાનાદિથી કાંઈક શુદ્ધિ પણ પામે જ્યારે મુનિની કાયા તો સદા અસ્નાત જ રહે છે.
આથી મુનિએ તો જિનમંદિરમાં ન રહેવું એ જ એમની પરમાત્મભક્તિ છે. ભાવનિક્ષેપ સમાન નતી માટે સાધ્વીઓ દણ્ડસ્વરૂપ સ્થાપનાચાર્યની સ્થાપના