SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ વીર ! મધુરી વાણી તારી તોડી પાડવા માટે જે મહાદેવોએ ઘોર પુરુષાર્થના ધણના ધણ ઝીકયાં, એકલા હાથે એકલવીર બનીને, એકાંતમાં જઈને.. એ મહાદેવો જ્યારે જગતના જંતુને ઉપદેશ આપવા લાગે ત્યારે એ નિર્વાણ-પદની પ્રાપ્તિ કરી લેવાનો જ ઉપદેશ આપે ને?. એમાં આડે આવતાં રાગાદિભાવોને ઝબ્બે કરવા માટે કઠોર બની જવાનો જ ઉપદેશ આપેને? જેને જે ચીજ ગમે તેની જ તે બીજાને પ્રેરણા કરે! પાર્કર પેનનો રાગી, સહુને પાર્કર વાપરવાની જ પ્રેરણઆ કરે! એને “વિલસન પેન પ્રત્યે તેનો ઉદાસીનભાવ હોય તો તેની વાત તે કોઈનેય ન કરે. નિર્વાણનો રાગી નિર્વાણની જ વાતો કરે. સંસારની કદાપિ નહિ. સંસાર ત્યાગીને વળી બીજાના સંસાર વધારની વાતો કરવાની હોય? તો સંસાર ત્યાગ્યો શા માટે? જો એ બીજાને આપવા જેવી ચીજ છે તો પોતે ત્યાગી શા માટે? મહાદેવ તો નિર્વાણપદના જ ઉપદેશક! મહાદેવ તો ઘરબારી જીવનના ત્યાગના જ ઉપદેશ આપે. ઘરબાર ત્યાગવા જેવા.. અગાર મટીને અણગાર બનવા જેવું; એવી વાતો જે ન કરે, લોકલાગણીમાં કે લોકમાંગણીમાં તણાઈને જે ઘરબારને ય ભોગવવા જેવા બોલી નાંખે, અગારમાં રહીને ય અણગારની આરાધના કરી શકાય એવું પ્રતિપાદન કરી નાંખે તે મહાદેવ નહિ, મહાદેવનો દાસ નહિ, રે! મહાદેવના દાસનો ય દાસ બનવા તે નાલાયક! મહાદેવ કેવા શાસ્ત્રનું પ્રતિપાદન કરે? (૧) મોક્ષ પ્રતિપાદક શાસ્ત્રઃ મહાદેવ અને મહાદેવના સેવકો તો તે જ કહેવાય જે વાતો કરે તો મોક્ષની જ કરે. બતાડે તો મોક્ષનો જ માર્ગ બતાડે. (૧) આથી જ શાસ્ત્ર તે જ સુશાસ્ત્ર કહેવાય જે મોક્ષમાર્ગનું પ્રતિપાદન કરતું હોય. (૨) માત્ર મોક્ષમાર્ગનું પ્રતિપાદન કરીને મુક્ત થઈ જાય તે ય અપેક્ષાએ બરોબર નથી. યોગ્ય આત્મામાં મોક્ષમાર્ગની પ્રીતિ-ભક્તિ જાગી જાય ત્યાંસુદી તે શાસ્ત્ર પાર ઊતરી જવું રહ્યું. આત્મા જો યોગ્ય હોય તો શાસ્ત્રનું એ વાંચન-મનન પાપને પાપ ઠસાવી દે, ધર્મને ધર્મ કબુલાવી દે, પાપથી પીછેહઠ કરવાનું બળ આપે અને ધર્મના માર્ગે ભારે
SR No.008947
Book TitleVeer Madhuri Vani Tari
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size572 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy