________________
વીર ! મધુરી વાણી તારી
સદાચારનું સેવન ભારે પુરુષાર્થ માંગે છે. સદાચારનો માત્ર ઉપદેશ તો અત્યંત સરળ છે. રે! ઉપદેશ-દાન જેવી સરળતમ પ્રવૃત્તિ આ જગતમાં બીજી કોઈ નથી.
‘સદાચારી’ તરીકે સસ્તી કીર્તિ પામી જવાનો આ સરળ ઉપાય આજે અનેક દંભીઓ અજમાવવા લાગ્યા છે. મોક્ષની વાતો કરનારના અંત૨માં મોક્ષનો પ્રેમ હશે કે નહિ એની શંકા પડે છે; એમના જીવનનો ભોગ જોવાથી.
૬૨
સદાચારની વાતો કરનારને સદાચાર પ્રત્યે કટ્ટર પક્ષપાત હશે કે નહિ? એમાં શંકા પડે છે; એમના અનાચારભર્યા વર્તાવ જોવાથી.
ન્યાય દેનારો અન્યાયી જોવા મળે છે.
લુલ્ચાઓની લુચ્ચાઈને ગાળો દેનારો લુચ્ચો જોવા મળે છે.
ધોળા કપડાવાળો ય કાળો હોઈ શકે એવી શંકા જ્યાં ને ત્યાં થઈ જાય છે.
ડાકુઓની ટોળી જ ડાકુને અપરાધી ઠરાવતી કોર્ટ બેસાડે છે.
મહાદેવ તો પોતાના જીવનના વિચાર સાથે આચારને ય ધરખમ પુરુષાર્થની ટોચ ઉપર સ્થિર કરે છે અને પછી જ એ આચારનો ઉપદેશ દેવાની પ્રવૃત્તિ કરે છે.
આ વાત માત્ર એમના માટે નથી. ષોડશક પ્રકરણમાં તમામ ઉપદેશકોને ચીમકી આપતાં ભગવાન હરિભદ્રસૂરિજીએ જણાવ્યું છે, કે, “બાળજીવોની સામે આચારવિહોણો ઉપદેશ આપશો તો અનત સંસારી બનશો.''
આચારવિહોણો પ્રભાવક! ઉપદેશદાતા કદાચ અનેક આત્માઓના અનંત સંસારને કાપી નાંખે.... અને પોતે પાપાનુબંદી પુણ્યનું જંગી ઉત્પાદન કરીને અનંત સંસારી બને.
આને અભવ્યનો જોડિયો ભાઈ જ કહેવો કે બીજું કાંઈ!
મહાદેવ તો તે જ બનેલા કહેવાય જેમના આચાર, અને ઉચ્ચાર અત્યંત સુસંગત
હોય.
એમના શબ્દોમાં તો બીજાને ઘણું ઘણું કહી દેવાની તાકાત હય જ પણ એમના આહા૨-વિહાર વગેરેના આચારમાં ય, રે! એમની ગંભીર મુખમુદ્રામાં ય ઘણું ઘણું તત્ત્વજ્ઞાન પીરસી દેવાની પ્રચંડ તાકાત પડેલી હોય.
ઉપદેશ સ્થૂળ છે, આચાર સૂક્ષ્મ છે.
સ્થૂળ કરતાં સૂક્ષ્મનું બળ સદા ગૌરવવંતુ હોય છે.
નિર્વાણપદને પામવાની તીવ્ર તાલાવેલીથી રાગ-દ્વેષની પ્રતિબંધક દિવાલોને